દારૂ છુપાવવાની આ તરકીબ જોઈ...

આ રીતે છુપાવ્યો હતો ૧૪ પેટી દારૂ..

દારૂ છુપાવવાની આ તરકીબ જોઈ...

Mysamachar.in-અમદાવાદ:

ભલે ગુજરાતમાં દારૂબંધી હોય પણ દારૂબંધી વચ્ચે પણ ઠેર-ઠેર પોલીસ દરોડા પાડીને અવનવી તરકીબોથી બુટલેગરો દ્વારા છુપાવવામાં આવતો દારૂ શોધી કાઢે છે,વાત અમદાવાદ જિલ્લાની કરવામાં આવે તો લોકલ ક્રાઇમ બ્રાંચે બારેજાના એક લિસ્ટેડ બુટલેગરે ઘરની દીવાલમાં ખાનું બનાવીને દારૂની પેટીઓ સંતાડી હોવાનો પર્દાફાશ કર્યો છે,

બુટલેગરે ઘરની દીવાલમાં ખાનું બનાવીને તેના પર વોલ ક્લોક લગાવી દીધી હતી.જેથી કરીને પોલીસને કે શંકા ના જાય પણ પોલીસે તે વોલ ક્લોક હટાવતાં ત્યાં એક ચોરખાનું LCB ને મળી આવ્યું હતું.LCB એ ચોરખાનું તપાસતાં તેમાંથી ૧૪ પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો,જેથી પોલીસે ઘરમાં હાજર બે શખ્સોની ધરપકડ કરી છે.