ભરબજારે લુખ્ખાઓ આ રીતે મચાવ્યો આંતક,જુઓ વિડીયો..

પોલીસે પહોચી કાયદાનું ભાન કરાવ્યું..

Mysamachar.in-સુરેન્દ્રનગર:

સુરેન્દ્રનગરની ભરબજાર કહેવાય છે, તે વાદીપરા પતરાવાળી ચોકમા બે શખ્સોએ અચાનક આવી ચઢી ને એવો તો આતંક મચાવ્યો કે રસ્તાઓ બંધ થઇ ગયા અને વેપારીઓ પણ ભારે ભયભીત થઇ ઉઠયા, હાથમાં ધોકો લઈને કેટલીક દુકાનોમા એવો તો લુખ્ખાઓ આતંક મચાવ્યો કે ધોકા વડે વેપારીઓની દુકાનોમાં રહેલી ચીજવસ્તુઓમા તોડફોડ કરી, ત્યારે કેટલાય લોકોના મનમાં એવો પણ સવાલ ઉઠ્યો કે શું આ દ્રશ્ય ખરેખર ગુજરાતના સુરેન્દ્રનગરના જ છે,

બે શખ્સો દાદાગીરી કરી રહ્યા હતા ત્યારે હાજર વેપારીઓમાથી કોઈએ પોલીસ કંટ્રોલ ને જાણ કરતાં પોલીસ આવી પહોચી હતી અને બને ને કાયદાનો પાઠ ભણાવ્યો હતો,આ વિડીયો સોશ્યલ મીડિયામાં ખુબ વાઈરલ થયો છે,કઈ રીતે મચાવ્યો હતો આતંક જુઓ આ VIDEOમા..