આ ધારાસભ્ય પાસે છે કરોડોની સંપતિ..જુઓ દિવાળીની કેવી રીતે કરે છે ઉજવણી...

અહી વિડીયો પણ જુઓ...

mysamacahr.in:જામનગર 

સામાન્ય રીતે વ્યક્તિ કોઈ હોદા પર હોય તો સામાન્ય અને જરૂરિયાતમંદ સાથે તેહવારો ઉજવવા ને બદલે પોતાની લાઈફમાં તહેવારો સમયે વધુ મશગુલ જોવા મળતા હોય છે.તો અમુક  તહેવારો આવતા જ વિદેશની યાત્રાએ પણ જતા રહે છે.એવામાં જામનગર શહેર ઉતર બેઠકના ભાજપના ધારાસભ્ય એટલી તો સંપતિ ધરાવે છે કે ધારે તે રીતે દિવાળી ની ઉજવણી કરી શકે છે,

છતાં પણ  છેલ્લા કેટલાય વર્ષો થી પોતાનો જન્મદિન હોય,હોળી ધુળેટી હોય કે પછી દિવાળી અને નવુંવર્ષ આ તમામ માત્ર એવા લોકો સાથે ઉજવે છે જેને તેહવાર ના રંગોની ખરી જરૂર છે.આજે પણ દિવાળી નો પર્વ હકુભા જાડેજા એ પોતાના પરિવાર ના સભ્યો સાથે નેત્રહીનબાળકો સાથે અંધાશ્રમ ખાતે અને વૃદ્ધો સાથે વૃદ્ધાશ્રમ ખાતે  ઉજવી અને સમાજને એક અનોખી દિશા આપવાનો પ્રયાસ કર્યો...

દરવર્ષ ની જેમ આ વર્ષ પણ હકુભા જાડેજા એ પોતાના પરિવાર સાથે અંધાશ્રમ અને વૃધાશ્રમ  ખાતે પહોચી જાણે પોતાના જ પરિવારનો એક ભાગ આ નેત્રહીન બાળકો અને વૃદ્ધો  હોય તેમ તેની સાથે સમય વિતાવી તેમની સાથે ફટાકડા પણ ફોડ્યા અને મો પણ મીઠા કરાવી અને ખરા અર્થમાં દિવાળી ની ઉજવણી કરી...

જુઓ કરોડપતિ ધારાસભ્ય દિવાળીની ઉજવણીના આ દ્રશ્યો ઉપરના વિડીયોમાં..