જામનગર જીલ્લામા છેલ્લા ચોવીસ કલાકમા કેટલો પડ્યો વરસાદ જુઓ 

જામનગર જીલ્લામા છેલ્લા ચોવીસ કલાકમા કેટલો પડ્યો વરસાદ જુઓ 

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લામાં મેઘમહેર છેલ્લા બે દિવસથી અવિરત રહી છે, ગતરાત્રી દરમિયાન પણ જામનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારે છેલ્લા ૨૪ કલાક એટલે કે આજે સવારે છ વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો...જામનગર શહેરમા એક ઈંચ, કાલાવડમા બે ઈંચ, લાલપુરમા એક ઈંચ, જામજોધપુરમાં એક ઈંચ અને ધ્રોલ જોડીયામાં એક એક ઈંચ વરસાદ નોંધાયો છે,  તો આજે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં જામનગર શહેરમા ૭ મીમી, જામજોધપુરમાં ૫ મીમી, ધ્રોલમાં ૮ મીમી,અને જોડીયામાં ૨૦ મીમી વરસાદ નોંધાયો છે, અને હજુ પણ શહેરમા ધોધમાર વરસાદ સાથે આસપાસના ગ્રામીણ પંથકમાં પણ મેઘમહેર અવિરત છે.