જામનગર મહાનગરપાલિકા જુઓ આ છે લોકોની વેદના..

નાગરિકે ઠાલવી હૈયાવરાળ..

જામનગર મહાનગરપાલિકા જુઓ આ છે લોકોની વેદના..

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાનું તંત્ર કેટલી હદે જાડી ચામડીનું હશે,તેનું વધુ એક ઉદાહરણ આજે સામે આવ્યું છે,વાલકેશ્વરીનગરી એટલે જામનગરના પોશ વિસ્તારોમાંનો એક વિસ્તાર...પણ આ પોશ વિસ્તારની સ્થિતિ કેવી હશે તેની વ્યથા આ વિસ્તારમાં વ્યવસાય અને રહેણાક ધરાવતા નીખીલભાઈ કામદાર નામના જાગૃત નાગરિક  દ્વારા પોતાના ફેસબુક એકાઉન્ટના માધ્યમથી વ્યક્ત કરી છે,નિખીલભાઈએ પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે,છેલ્લા ૬ માસથી તેમના ઘર અને ઓફીસ નજીક ભૂગર્ભ ગટર છલકાઈ રહી છે,પોતે અઠવાડિયામાં ત્રણ વખત ફરિયાદ પણ કરે છે,મનપાનો સ્ટાફ આવી ૫ મીનીટમાં ફરિયાદનું નિરાકરણ કરીને જતો રહે છે,પછી સ્થિતિ યથાવત થઇ જાય છે,આટ-આટલી ફરિયાદો છતા નઘરોડ તંત્ર ટસનું મસ થતું નથી,અને હાલાકી કાયમીની બની જવા પામી છે,..ત્યારે તંત્ર કે સ્થાનિક કોર્પોરેટર આ અંગે યોગ્ય કાર્યવાહી ના કરતા અંતે તેઓએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર હૈયા વરાળ ઠાલવી છે.