નામાંકિત યુનિવર્સીટીની ડુપ્લીકેટ માર્કશીટ અને ડીગ્રી સર્ટીફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

આરોપી કઈ રીતે અસલ જેવા જ નકલ સર્ટીફીકેટ બનાવતો હતો જાણો

નામાંકિત યુનિવર્સીટીની ડુપ્લીકેટ માર્કશીટ અને ડીગ્રી સર્ટીફિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

 Mysamachar.in-વડોદરા

વડોદરામાં થી લાખોની કીમતનું મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ ઝડપાયાને ગણતરીના દિવસો થાય છે, ત્યાં જ વધુ એક કૌભાંડ વડોદરામાં થી જ સામે આવ્યું છે, પોલીસે ફરી એકવાર ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ન્યુ સમા રોડ ખાતેથી આરોપી મુકેશ પરમારના ઘરે દરોડા પાડીને નકલી માર્કશીટ જપ્ત કરી છે. આરોપી 50 હજારની કિંમતે નકલી માર્કશીટનું કૌભાંડ ચલાવતો હતો. આરોપી અગાઉ પણ નકલી માર્કશીટનાં ગુનામાં ઝડપાયેલો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી નકલી માર્કશીટ કબ્જે કરી છે.

ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, ન્યુ સમા રોડ અભિલાષા સોસાયટીમાં રહેતો એક વ્યક્તિ બોગસ માર્કશીટો તેમજ સર્ટીઓ કમ્પ્યુટરમાં વિવિધ સોફટવેરની મદદથી બનાવી રહ્યાની માહિતી પરથી  એમ.એસ. યુનિવર્સિટી અને વડોદરા નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટીફીકેટો બનાવે છે. જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી બોગસ માર્કશીટ બનાવનાર મુકેશ પરમારની ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાંચના જણાવ્યા મુજબ  બોગસ માર્કશીટ કૌભાંડમાં ઝડપાયેલા મુકેશ પરમાર અત્યાર સુધીમાં એમ.એસ. યુનિવર્સિટી અને પારૂલ યુનિવર્સિટીની કેટલી માર્કશીટ અને ડિગ્રી સર્ટીફીકેટ બનાવીને વેચ્યા છે. અને કેટલાં રૂપિયા લઇને વેચ્યા છે. તે અંગે પૂછપરછ ચાલી રહી છે. આ મુકેશ પરમારને વર્ષ-2018માં પણ બોગસ માર્કશીટ કૌભાંડમાં માંજલપુર પોલીસે ઝડપ્યો હતો.

-પોલીસને આરોપીને ઘરેથી શું મળ્યું

મુકેશ પરમારના ઘરેથી પારૂલ યુનિવર્સિટીની બનાવટી 6 નંગ માર્કશીટ, 1 ડિગ્રી સર્ટીફીકેટ તેમજ એમ.એસ. યુનિવર્સિટીની કોરી માર્કશીટ 1, વિદ્યાકુંજ સ્કૂલ, વડોદરાના સ્ટેમ્પ નંગ-2 ઉપરાંત કમ્પ્યુટર, પ્રિન્ટર, સ્ટેમ્પ, મોબાઇલ ફોન, માર્કશીટ સાઇઝના કોરા કાગળો મળી કુલ્લે રૂપિયા 28,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

-આ રીતે બનાવતો હતો ડુપ્લીકેટ માર્કશીટ

ન્યુ સમા રોડ અભિલાષા સોસાયટીમાં રહેતો આ શખ્સ બોગસ માર્કશીટો તેમજ સર્ટીઓ કમ્પ્યુટરમાં ફોટોશોપ તેમજ કોરોલ ડ્રો સોફ્ટવેરની મદદથી એમ.એસ. યુનિવર્સિટી અને વડોદરા નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટીફીકેટો બનાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.