Mysamachar.in-જામનગર:
જામનગરના પ્રખ્યાત બિલ્ડર પરાગભાઈ શાહ દ્વારા "ધ વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક" તૈયાર કરવામાં આવેલ છે. જેનો ઉદેશ ઉધોગપતિઓને સંગઠિત માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે સુવિધાપૂર્વકનું સુઘડ અને વ્યવસ્થિત પ્લેટફોર્મ પુરૂ પાડવાનો છે. જેમાં યુવાન ઉધોગ સાહસિકો ઘ વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્કનો લાભ લઈ શકે તે ધ્યેય છે. ચેમ્બર ઓફ કોમર્સ, સહકારી ક્ષેત્ર, સોમા (SOMA) અને સામાજીક સેવા આપનાર ગુલાબચંદભાઈ શાહના પુત્રરત્ન પરાગભાઈ એ ત્રણ દાયકા કરતા વધુ દાયકાથી વ્યાપારી સંકુલો, ઔધોગિક શેડસ, ગોડાઉન, રહેણાંક, રીસોર્ટ અને ધાર્મિક સંકુલના પ્રોજેકટસ સફળતાપૂર્વક પાર પાડેલ છે.
જામનગર શહેર તેના બ્રાસ ઉધોગ માટે વૈશ્વિકસ્તરે ખૂબ જાણીતું છે. ઉધોગની વૃદ્ધિ અને વિસ્તરણ માટે ખૂબ જ તેજસ્વ સંભાવનાઓની અપેક્ષા રાખતા શ્રી પરાગભાઈ શાહે વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું નિર્માણ કરવાનું સાહસ કરેલ. આ વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્કના નિર્માણ સાથે સૌરાષ્ટ્રક્ષેત્રમાં વિકસતા ઉદ્યોગો અને સંગઠિત પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાની કોશિષ કરેલ. આ સાથે જ યુવા સાહસિકોને પોતાના વ્યવસાયની જમીન માલિકીની લેવાની તક પૂરી પાડેલ તેમજ સામાજીક તેમજ આર્થિક અને વ્યાપારી સ્થિરતા માટે સજજ અને અનુકૂળ વાતાવરણ પુરૂ પાડેલ છે.વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્કના આ પ્રોજેકટને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી " મેક ઈન ઈન્ડીયા" પહેલનું એક પ્રતિબિંબ પણ ગણી શકીએ. આ વિશાળ પાર્કની સ્થાપના સાથે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં અંદાજીત એક લાખ કુશળ અને બિનકુશળ રોજગારની વિભિન્ન ઉમદા તકો ઉભી થશે. વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક જેની શરૂઆત પરાગભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ છે. તેની સાથે હરિશભાઈ ગુઢકા પરિવાર (Axelon Group), રાહુલભાઈ સાવલા પરિવાર (સાવલા ગ્રુપ) આ પ્રોજેકટ ગુજરાત સરકાર દ્વારા માન્ય પ્રોજેકટ છે. આ પ્રોજેકટને ઈન્ફાસ્ટ્રકચર કામ માટે ૨૫% સબસિડી આપવામાં આવી છે. જેના કારણે પ્રમોટરો માટે એમ.એસ.એમ.ઈ. ઉધોગ અને અન્ય ઉધોગગૃહોને ખૂબ જ વ્યાજબી કિંમતે આ પ્લોટોનું પ્લાનીંગ અને પ્રદાન શકય બન્યું છે. તેમજ આ સંપૂર્ણ પ્રોજેકટ સરકારશ્રી દ્વારા માન્ય પ્રોજેકટ હોવાના કારણે પ્લોટ ધારકો સ્ટેમ્પ ડયુટી ચાર્જીસના પ૦% ની રકમ પ્લોટના માલિકોને રજીસ્ટ્રેશન ફી દસ્તાવેજીકરણની પ્રક્રિયા પૂર્ણ થવા પર સરકારશ્રી દ્વારા પરત આપવામાં આવશે. આ પ્રોજેકટના નિર્માણથી, જામનગર બ્રાસ સીટી તરીકે જગતભરમાં ઓળખાય છે તેમજ જેનું લગભગ વાર્ષિક દસ થી બાર હજાર કરોડ રૂપિયાનું ટર્ન ઓવર છે. તે ઈન્ડસ્ટ્રીઝના વિકાસમાં સહભાગી થવા માટે ઉધોગસાહસિકોને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડશે.
-વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્કનો વિસ્તાર
પાર્ક ૫,૯૮,૮૪૧ ચોરસ મીટરમાં ફેલાયેલ છે. દરેક ઔધોગિક પ્લોટનો વિસ્તાર ૩૬૩ ચોરસ મીટરથી ૮,૮૪૪ ચોરસ મીટર વચ્ચે છે. જે એમ.એસ.એમ.ઈ. સેકટરના ધારાધોરણને અનુરૂપ છે. બ્રાસ અને તેના અનુસાંગિક ઉધોગો, મેટલ વર્કસ, ઓટોપાર્ટસ અને અનુસાંગિક ઉધોગ, પેકેજીંગ અને લોજીસ્ટીકસ વગેરે માટે ખૂબ જ અનુકુળ પુરવાર થશે. વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ચંગા ગામ શહેરના જીઆઈડીસી વિસ્તારથી ફકત ૬.૫ કી.મી. અંતરે આવેલ છે. જામનગર શહેરથી ફકત ૧૬ કી.મી. ના અંતરે છે. રેલ્વે સ્ટેશન જામનગર ર૦ કી.મી., એરપોર્ટ૧૬ કી.મી. તેમજ બંદર ફકત ર૮ કી.મી.માં આવેલ છે.
-વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં મુખ્ય સુવિધાઓ હશે કઈક આવી…
વિઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સીસી આંતરીક માર્ગ ૧૮ તથા ૧૫ મીટર પહોળાઈના છે. ૧૧ કે.વી. ક્ષમતાની વિજ સુવિધા/પીજીવીસીએલ. પાર્કની અંદર આવેલ દરેક રસ્તાઓ ઉપર એલ.ઈ.ડી. લાઈટથી વિજ થાંભલાઓ ઉભા કરવામાં આવ્યા છે. જી.એસ.આર. ૧૦ લાખ લીટર તેમજ ઈ.એસ.આર. ૫ લાખ લીટર સુધી. આગ સામે પુરતી ક્ષમતા ધરાવતું જળ સંગ્રહનું માળખું તૈયાર કરવામાં આવેલ છે. ભૂગર્ભ ગટરની સુવિધા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે. વે બ્રીજની સુવિધા. ર૪/સીકયોરીટી હેલ્પ ડેસ્ક, પાર્કના દરેક જાહેર રસ્તાઓ સી.સી.ટીવી કેમેરાથી સુસજજ. સમગ્ર પાર્ક વિસ્તારને આવરી લેતી કમ્પાઉન્ડ વોલ, એક જ વખત ભરવા પાત્ર મેઈન્ટેનેન્સ ડીપોઝીટ રૂા. ર૦ એક ફૂટના હિસાબે, વાઈ-ફાઈ સગવડ સાથે વિડીયો કોન્ફરન્સ હોલ, કેન્ટીન/ડાઈનીંગ હોલ, પાર્કના સુગમ અને સુઘડ વહીવટ માટે વહીવટી ભુવન, લીનીઅર ગ્રીન બેલ્ટ, મુલાકાતી અને માલિકો માટે ફાળવવામાં આવેલ પાર્કીગ માલ વાહનો માટેની સુવિધા ઉપલબ્ધ કરાશે. ઉપરોકત સુવિધાથી સુસજજ એવા જામનગરનો પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ સૌરાષ્ટ્રમાં સૌથી વિશાળ છે. ર૬ જાન્યુઆરીના જામનગર વ્યાપાર ઉધોગ જગતના માંધાતાઓની હાજરીમાં પ્રમોટરોને હસ્તે ઉદ્ઘાટન કરીને વિઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્કને ખુલ્લો મુકવામાં આવેલ.