સૌની પાઈપો ફરી ક્યાંથી આવી જમીનબહાર..?

તપાસ માંગી લેતો વિષય

સૌની પાઈપો ફરી ક્યાંથી આવી જમીનબહાર..?
File Image

Mysamachar.in-રાજકોટ:

સૌની યોજના તો સાર્થક થશે ત્યારેથશે પણ હાલ જેમ-જેમ વરસાદ વરસી રહ્યો છે તેમ-તેમ સૌની યોજનાના પાઈપો બહાર આવીને ભ્રષ્ટાચારઉજાગર કરી રહ્યા હોય તેમ લાગે છે, હજુ તો થોડાદિવસો પૂર્વેની જ વાત છે કે જામનગરનાકાલાવડના ગામોમાં સૌની યોજનાની પાઈપો જમીન ફાડીને બહાર આવી જતા અધિકારીઓ એજન્સીના બચાવમાં ઉતરી ચુક્યા હોય તેવા જવાબો આપી માંડ બચવા કર્યો હતો ત્યા જ વધુ એક વખતરાજકોટ જિલ્લામાં પાઈપો જમીન બહાર નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે, રાજકોટ તાલુકાના ખોખડદળ ગામે સવા કિલોમીટર જેટલા વિસ્તારમાં સૌની યોજનાની પાઈપ લાઈન બહાર નીકળી જતા 8 થી વધારે ખેતરોના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે પોતાના ખેતરમાં નુકસાન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે સૌનીની પાઈપલાઈન બહાર આવી જતા અંદાજે 20 વિઘામાં નુકશાન પહોંચ્યું છે. જેના કારણે ખેડૂતોનો ઉભો મોલ નાશ પામ્યો છે. હાલજે 8ખેતરમાંપાઈપલાઈન બહાર આવી છે, તેમા વિવિધ પાકો ખેડૂત દ્વારા લેવામાં આવ્યા હતા તેનુંનિકંદન નીકળી જવા પામ્યું છે..આ મામલે તટસ્થ તપાસ કરી કામમાં બેદરકારી દાખવનારએજન્સી, કર્મચારી, અધિકારીઓ સામે પગલા લેવાય તેવી માંગ પણ ઉઠી છે.