મુળુભાઇ કંડોરીયાના સમર્થનમા આવ્યું સમસ્ત કોળી સમાજ સુર્યા ટ્રસ્ટ..

પરશુરામ ગ્રુપ જામનગર દ્વારા પણ સમર્થન 

મુળુભાઇ કંડોરીયાના સમર્થનમા આવ્યું સમસ્ત કોળી સમાજ સુર્યા ટ્રસ્ટ..

Mysamachar.in-જામનગર:

આવતીકાલે જામનગર લોકસભાની ચુંટણી માટેનું મતદાન વહેલી સવારથી શરૂ થશે,ત્યારે લોકોનો ઉત્સાહ કોંગ્રેસને લઈને જબ્બર જોવા મળી રહ્યો છે,તો કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા ને સમર્થન આપવા એક બાદ એક સંસ્થાઓ અને આગેવાનો આગળ આવી રહ્યા છે,ત્યારે પરશુરામ ગ્રુપ જામનગર દ્વારા મુળુભાઇ કંડોરીયાને સમર્થન જાહેર કરવામાં આવ્યા બાદ કોળી આગેવાન અને તેના ટ્રસ્ટ દ્વારા પણ મુળુભાઇ કંડોરીયા ને સમર્થન જાહેર કરવામાં આવતા કોંગ્રેસના જોમમાં વધારો થવા પામ્યો છે,

જામનગર સમસ્ત કોળી સમાજ સુર્યા ટ્રસ્ટના સ્થાપક તેમજ ૭૮ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડી ચુકેલા કમલેશભાઈ લક્ષ્મણભાઈ ગુજરાતી સુર્યા(સુર્યાભાઈ)જેમનું જામનગર લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને સમર્થન જાહેર કરતાં કોંગ્રેસની તાકાતમાં વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે.