સાદિક જમાલ બાદ સાજીદ જમાલ નું બોગસ એન્કાઉન્ટર?

વિરોધ પક્ષ ના નેતા નો આક્ષેપ

સાદિક જમાલ બાદ સાજીદ જમાલ નું બોગસ એન્કાઉન્ટર?

my samachar.in-ગાંધીનગર:

રાજ્યમાં પૂર્વ ગૃહમંત્રી અમિત શાહના સમયમાં થયેલા બોગસ સાદિક જમાલ સહિતના એન્કાઉન્ટર કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના તપેલા ચડી જતા જેલમાં જવાનો વારો આવ્યો હતો અને ગુજરાતમાં થયેલ આ ફેક એન્કાઉંટરનો મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બન્યો હતો ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ફરી એક વખત બોગસ એન્કાઉન્ટર કર્યાનું વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કરીને તપાસની માંગણી કરતા ચકચાર જાગી છે,

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જરાતીવાડ વિસ્તારમાં સાજીદ ઉર્ફ રાબડીનું પોલીસ સાથે અથડામણમાં મોત નિપજતા ભારે તંગદિલી ફેલાઈ જવા પામી હતી અને વડોદરાથી સાજીદનો લુણાવાડા ખાતે મૃતદેહ લાવતા સમયે મહીસાગર,દાહોદ,પંચમહાલ જિલ્લના તથા એસ.આર.પી.ની બટાલિયનને તૈનાત કરાઈ હતી, જ્યાં બનાવ બન્યો હતો તે જરાનીવાડ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યો હતો તેમજ લુણાવાડામાં વેરીનામુવાડાના પાસે કબ્રસ્તાનમાં સાજીદ ઉર્ફે રાબડીની સગા-વહાલા ની હાજરીમાં દફનવિધિ કરતા તંત્રએ રાહતનો દમ લીધો હતો,

દરમ્યાન તકેદારીના ભાગરૂપે મહીસાગર જિલ્લના કલેકટરે મંગળવારે સાજીદની અંતિમવિધિના કારણે સોશ્યિલ મીડિયા મારફતે અફવા ન ફેલાય તે માટે ઈન્ટરનેટ સેવા મંગળવાર બપોરથી બુધવાર રાત્રીના 12 વાગ્યા સુધી બંધ રાખવામાં આવી હતી અને લુણાવાડામાં 144ની કલમ લાગુ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો,

લુણાવાડામાં સામાન્ય નાની એવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ સાજીદ જમાલ ઉર્ફે રાબડીનું પોલીસ દ્વારા ધાક જમાવવા જાહેરમાં એન્કાઉન્ટર કરેલ છે અને આ બોગસ એન્કાઉન્ટર કરનાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવા તેમજ જિલ્લા બહારની પોલીસ દ્વારા તપાસ કરવા ગુજરાતી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળીને રજૂઆત કરતા ચકચાર જાગી છે