એસટીના કર્મચારીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

બે પાનાની મળી સ્યુસાઈડ નોટ

એસટીના કર્મચારીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Mysamachar.in-જામનગર: 

જામનગર એસટી ડીવીઝન હેઠળ એટીઆઈ તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ આજે બપોરે કાલાવડ નાકા નજીક આવેલ એસ.ટી.ડીવીઝન કચેરી ખાતે ભોજન લીધા બાદ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો,જે બાદ તેને હાજર અન્ય સ્ટાફ દ્વારા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે,આપઘાતનો પ્રયાસ કરનાર રઘુવીરસિંહ પરમારે એક સ્યુસાઈડ નોટ પણ લખી છે,જેમાં તેણે એસટી વિભાગ જામનગરના ત્રણ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવા સાથે કિન્નાખોરી રાખવામાં આવી રહ્યાના આક્ષેપો કર્યા છે..હાલ આપઘાતનો પ્રયાસ કરનાર રઘુવીરસિંહની સારવાર ચાલી રહી છે,જે બાદ પોલીસ તેનું નિવેદન લઇ અને આગળની કાર્યવાહી હાથ ધરશે.