નગરના ભંગારવાડા સમાન એસ.ટી.ડેપોની થશે કાયાપલટ.?

વાહનવ્યવહારમંત્રી પણ જામનગરના જ

નગરના ભંગારવાડા સમાન એસ.ટી.ડેપોની થશે કાયાપલટ.?

Mysamachar.in-જામનગર:

તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજયરૂપાણી જામનગરમા કરોડોના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરીને ગયા, પણ સમજાતું એ નથી કે વર્ષોથી ભંગાર જેવો બની ચુકેલો અને લોકોના સીધા જ સંપર્કવાળો જામનગર એસ.ટી.ડેપો ની કાયાપલટ કરવાનું કેમ કોઈ નેતાને સુજતું નથી, થોડા દિવસો પહેલાની જ વાત છે કે આ ડેપોમાં થી પોપડા પડતા સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી, પણ ભંગાર બની ચુકેલા ડેપોમા સુવિધાઓના અભાવથી પેસેન્જરો તો ઠીક પણ સ્ટાફ પણ ત્રાહીમાંમ પોકારી ગયો છે, છતાં પણ ગ્રામીણ વિસ્તારના લોકો માટે આશાનું એક માત્ર એવું કિરણ એસટી બસો તો ખખડધજ છે સાથે ડેપો પણ ખખડી જવા સાથે સુવિધાવિહોણો છે, જેને કારણે  મુસાફરો અને સ્ટાફ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, વધુમાં વાહનવ્યવહાર મંત્રી પણ જામનગરના હોય ત્યારે નાગરિકો ની અપેક્ષા સહેજે વધી જાય તે સ્વાભાવિક છે.