એસ.ટી.ના DC જીગ્નેશ બુચ એક મહિલા સાથેના વ્યવહારની ઓડિયો કલીપ વાયરલ થતા ચકચાર 

ઓડિયો કલીપ એ મચાવી ચકચાર

એસ.ટી.ના DC જીગ્નેશ બુચ એક મહિલા સાથેના વ્યવહારની ઓડિયો કલીપ વાયરલ થતા ચકચાર 

mysamachar.in-જામનગર:

જામનગર એસ.ટી.ડિવિઝનના ઉચ્ચઅધિકારી ઉપર લાગેલા જાતીય સતામણીના ચકચારી કિસ્સામાં ડી.સી.જીગ્નેશ બુચએ વકીલ મારફત જામનગર કોર્ટમાં આગોતરા જમીન અરજી કરતા આવતી કાલે સુનાવણી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે ત્યારે  જીગ્નેશ બુચની એક ઓડિયો કલીપ ફરી રહી છે, જે વાયુ વેગે વાયરલ થયેલ હોય ભારે ચકચાર ફેલાઈ છે  

 જામનગરના રંગીલા મિજાજના એસ.ટી.ડિવિઝનના ડી.સી જીગ્નેશ બુચની એક ઓડિયો કલીપ પણ વાયરલ થયેલ છે જેમાં અન્ય એક મહિલા સાથેના સંબંધ અંગે જીગ્નેશ બુચ ખુલ્લેઆમ એકરાર કરીને ક્લિપમાં બેફામ બફાટ કરતા અન્ય એક વ્યક્તિ સાથે વાતચીત કરતા  જોવા મળી રહ્યા છે ત્યારે આ ઓડિયો કલીપ એસ.ટી. વિભાગના વર્તુળમાં ફરતી હોય ભારે ચકચાર જાગી છે, પરંતુ આ ઓડિયો ક્લિપની MYSAMACHAR.IN કોઈ પુષ્ટિ કરતુ નથી 

જયારે આ મામલે તપાસનિશ અધિકારી પી.એસ.આઈ ગોજીયાએ MYSAMACHAR.IN સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,જાતીય સતામણીના આરોપી જીગ્નેશ બુચ સીક રજા મૂકી ફરાર હોય ત્યારે આવતી કાલે મંગળવારે જામનગર કોર્ટનું પોલીસને તેડુ આવ્યું છે જેમાં અમારી પાસે જીગ્નેશ બુચ વિરુધ્ધ મજબૂત પુરાવા રજૂ કરવામાં આવશે 

આમ જાતીય સતામણીના કેસમાં સંડોવાયેલા જામનગર વિભાગીય નિયામક જીગ્નેશ બુચ સામે ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે ત્યારે ગણતરીના સમયમાં જીગ્નેશ બુચ સામે સસ્પેંશનનું આકરું પગલું લેવાનો નિર્ણય લેવાય તો પણ નવાઈ નહિ.