એસ.પી રાત્રીના નીકળ્યા ખાનગી વાહનમાં અને....

જાણો કેમ..?

એસ.પી રાત્રીના નીકળ્યા ખાનગી વાહનમાં અને....

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લામાં મિલકત સંબંધી ગુન્હાઓ નિયંત્રણમાં લાવવા માટે જિલ્લા પોલીસ અધિકારી/કર્મચારીઓ અસરકારક નાઈટ રાઉન્ડ ફરે તેમજ શંકાસ્પદ ઇસમો,વાહન ચેકિંગ કાર્યવાહી કરી ચોરીના બનાવો અટકાવવા માટે જીલ્લા પોલીસ દ્વારા નાઈટ માણસોની કામગીરીની દેખરેખ માટે પોલીસ અધિક્ષક શરદ સિંઘલ ખુદ પોતે તા.૧૪ અને ૧૫ જૂનના ખાનગી વાહનમાં નાઈટ રાઉન્ડમાં પોલીસની ફરજના પોઈન્ટો ચેક કરવા માટે નિકળેલ હતા,

શરદ સિંઘલના ખાનગી વાહનમાં નાઈટ રાઉન્ડ દરમિયાન તેવોએ અલગ-અલગ નાઈટ પોઈન્ટ તેમજ ચેક પોસ્ટ કરેલા હતા,જે દરમ્યાન ગુલાબનાગર ચેક પોસ્ટ પર પોલીસ કર્મચારી અશ્વિનભાઈ દાનાભાઇ સૂર પોતાની ફરજ ઉપર ગેરહાજર જણાઈ આવતા તેઓની ફરજ પરની ગેરહાજરી અંગે કડક કાર્યવાહી કરી તેઓને સસ્પેન્ડ કરવા હુકમ કરવામાં આવતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે.