જામનગર જિલ્લા પોલીસવડાની વાયરલ મેસેજ બાબતે કરી સ્પષ્ટતા

ચેતવણી નો એ મેસેજ ખોટો છે

જામનગર જિલ્લા પોલીસવડાની વાયરલ મેસેજ બાબતે કરી સ્પષ્ટતા

Mysamachar.in-જામનગર

આજે સાંજથી જામનગર જીલ્લા પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે, અને નીચે મુજબનો મેસેજ સોશ્યલ મીડિયામાં ફરતો થયો હતો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે જામનગર પોલીસ જાહેર ચેતવણી.જામનગર પોલીસ દ્વારા જાહેર કર્યાં મુજબ 5/5/20 સાંજે 7 વાગ્યાથી 12 કલાક દરેક એરિયા અને સોસાયટીમાં ગમે ત્યારે પોલીસ ચેકીંગ આવી શકે છે.આ દરમ્યાન જો કોઈ વ્યક્તિ રસ્તા પર, સોસાયટી, એપાર્ટમેન્ટ પાર્કિગમાં બેઠેલ પકડાશે તો જ્યાં સુધી લોકડાઉંન જાહેર કરેલ છે ત્યાં સુધી જામીન મળશે નહિ. 

ઉપર જણાવેલ જે લખાણ છે તે  વાયરલ મેસેજ ખોટો છે. જામનગર પોલીસ વિભાગ દ્વારા આવો કોઇ મેસેજ જાહેર કરવામાં આવ્યો નથી. લોકોમાં ભયનું વાતાવરણ ન ફેલાવા જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ દ્વારા જામનગર જીલ્લાના લોકોને  અનુરોધ કરવામાં આવ્યો છે. માટે ઉપરોક્ત મેસેજ આપને ધ્યાને આવે તો તેની અવગણના કરી અને તેને આગળ ફોરવર્ડ કરવો નહિ .