SOGને હાથ લાગ્યું અફીણનું વાવેતર

કપાસની વચ્ચે થયું હતું વાવેતર

SOGને હાથ લાગ્યું અફીણનું વાવેતર
ફાઇલ તસ્વીર

Mysamachar.in-રાજકોટ:

ગુજરાતમાં દિવસેને દિવસે નશાખોરોનો વ્યાપ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે કોઈક દિવસ દારૂ, હેરોઇન તો કોઇક દિવસ ગાંજા સહિતના માદક દ્રવ્યોના જથ્થાઓ જુદાજુદા જિલ્લાઓમાથી ઝડપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ SOGએ તો અફીણનું વાવેતર જ ઝડપી પાડ્યું છે,

રાજકોટ રૂરલ SOG એ જસદણના કોઢી ગામે  દેહાભાઈ સાસકીયાના ખેતરમાં અફીણનું વાવેતર કરેલ હોવાની માહિતી પરથી SOGએ ત્યાં દરોડો પાડીને 2.61 લાખની કિંમતનું 522 કિલો લીલા અફીણના છોડ ઝડપી પાડ્યા છે અને ઝડપાયેલા આરોપી વિરુદ્ધ જસદણ પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.