જામનગર:S.B.I. બેન્કના કાર્ડ ધરાવનાર બે ખાતેદારો બન્યા છેતરપીંડીનો ભોગ 

જાણો કઈ રીતે થઇ છેતરપીંડી 

જામનગર:S.B.I. બેન્કના કાર્ડ ધરાવનાર બે ખાતેદારો બન્યા છેતરપીંડીનો ભોગ 
symbolic image

Mysamachar.in-જામનગર:

દિનપ્રતિદિન બેંકમાં ખાતાઓ ધરાવનાર લોકો સાથે નિતનવા કીમીયાઓ અપનાવીને ગઠિયાઓ છેતરપીંડી આચરી રહ્યા છે, ત્યારે આજે જામનગરમાં આવા જ બે કિસ્સાઓમાં છેતરપીંડીનો ભોગ બનનાર એસબીઆઈ બેન્કના ખાતેદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે ફરિયાદો દાખલ થઇ છે જેમાં પંચેશ્વર ટાવર નજીક વસવાટ કરતા દિવ્યાબેન તન્ના નામની વૃદ્ધ મહિલા પોતાનું બેંક ખાતું એસબીઆઈ બેંકમાં ધરાવે છે, ત્યારે થોડાસમય પૂર્વે દિવ્યાબેનના ભાઈ ખાદીભંડાર સામે આવેલ એસબીઆઈ બેન્કના એટીએમ સેન્ટર પર પૈસા ઉપાડવા માટે ગયેલા હોય એક હિન્દીભાષામાં વાત કરતો યુવક ત્યાં આવી પહોચ્યો હતો, અને પોતાનું એટીએમકાર્ડ બ્લોક થઇ ગયું છે તેમ જણાવી દિવ્યાબેનના ભાઈ કે જેવો એટીએમ સેન્ટરમાં થી પૈસા ઉપાડવા માટે ગયા હતા તેને વિશ્વાસમાં લઇને એટીએમકાર્ડ મશીનમાં નંખાવેલ હતું, જે બાદ કોઈપણ રીતે આ શખ્સે છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન દિવ્યાબેનના બેંકખાતામાંથી ૨.૩૨.૫૯૮ની રકમ ઉપાડી લઇ છેતરપીંડી કર્યાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

તો જે બીજી ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે તેના પર નજર કરવામાં આવે તો શહેરના પટેલકોલોની શેરી નંબર સાતમાં વસવાટ કરતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ભરત દતાણી નામના વ્યક્તિ પોતાના ઘરે હાજર હતા ત્યારે ૭૦૯૮૮ ૭૮૬૯૯ નંબર પરથી તેવોને કોઈ અજાણ્યા ઇસમ નો ફોન આવેલ અને ફોનમાં તેવોએ ભરતદતાણીને વિશ્વાસમાં લઇ ક્રેડીટકાર્ડની વિગતો માંગ્ય બાદ ૯૭૪૪૦ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી અને છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાતા સાઈબર સેલ સહિતની ટીમો દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.