સ્ટેટ કમિશ્નરનો આદેશ ઘોળીને પી જતી ગ્રામ વિકાસ એજન્સી..

યોજનાકીય ખર્ચ અઢળક...કામ NIL

સ્ટેટ કમિશ્નરનો આદેશ ઘોળીને પી જતી ગ્રામ વિકાસ એજન્સી..

Mysamachar.in- જામનગર:

જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાહત કામથી માંડી સ્વચ્છતા ,અભિયાન અનેક યોજનાકીય કામો અને વિકાસકામો, જળસંચય, વૃક્ષારોપણ વગેરે યોગ્ય અને સંપુર્ણપણે  કરવાના બદલે કોણ જાણે શુ કરે છે તે જ સમજાતુ નથી અને અનેક કામોમા કુલડીમા ગોળ ભાંગી મસમોટા બીલો મંજુર કરવા, ઇંધણના જંગી ધુમાડાથી માંડી, સ્ટેશનરી, રીપેરીંગ, મેન્ટેનન્સ, ભથ્થા,સહિત અનેક હેડના મળી ૭૦ થી ૮૦ કરોડોના ખર્ચ કરે છે, પરંતુ ગામડાઓમા તો કંઇ ખાસ જોવા મળતુ નથી તેમા વળી તાજેતરમા ચોંકાવનારી બાબત એ બહાર આવી છે, ગ્રામ વિકાસ કમિશ્નરનો આદેશ એક તરફ ઘોળી ને પી જવાયો છે,અને અમુક ચબરાકો જાણે આ આદેશનુ પાલન કરવામા ઉંધે કાંધ પડ્યા હોય તેમ દેખાડો કરે છે.

આ વિભાગ આમ તો સ્વતંત્ર પણ છે, અને જિલ્લા પંચાયત હેઠળ પણ છે, ત્યારે અનેક રૂપકડા પત્રકો બનાવી અનેક કામો દર્શાવી આપે છે...જે ઉચ્ચ સતાવાળાઓના આંખમાં ધુળ ઝોંકવા જેવુ કારસ્તાન છે. સ્વચ્છ ભારત મીશન(ગ્રામીણ) અંતર્ગત સ્વચ્છતા દર્પણના ત્રીજા તબકકાના સર્વેક્ષણમાં જામનગર જિલ્લાનો અગ્રતાક્રમ આવે તે માટે જિલ્લાના 414 ગામડામાં 20 દિવસમાં પૂર્ણ થાય તે રીતે સામૂહીક શૌચાલયના નિર્માણનું આયોજન કરવા અને નિર્માણ બાદ જીઓટેગીંગ કરવા રાજયના ગ્રામ વિકાસ કમિશ્નરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને પાઠવેલા પરિપત્રથી ભારે આશ્ચર્ય સર્જાયું છે,તો કર્મચારીઓમાં પણ ટૂંકી સમયમર્યાદામાં એક સાથે ત્રણ ત્રણ કામનો પરિપત્ર ચર્ચા સાથે ટીકાસ્પદ બન્યો છે.કેમ કે કામ કરવુ જ નથી....!!!

જુલાઇના પાઠવેલા પરિપત્રમાં જિલ્લાના દરેક ગામમાં ૮ દિવસમાં હાઉસ હોલ્ડ વેલ્થ સોકપીટ અને કમ્પોસ્ટ પીટ બનાવવાની પણ સૂચના આપી છે. ગ્રામ વિકાસ કમિશ્નરના પરિપત્રના પગલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ઉંધા માથે કામગીરીમાં લાગી છે,તેવો દેખાડો તો થયો પરંતુ આમ છતાં અત્યાર સુધીમાં મહામહેનતે અડધી કામગીરી જ  પુરી કરાઇ છે,જો કે તે કામની ગુણવતાની ચકાસણીની સમીક્ષા અલગથી થવી જરૂરી છે,આમ એકંદર સરકારનો આદેશ ઘોળી ને  પી જવાયો છે.

-શું કરવાનો આદેશ છે?

સ્વચ્છતા દર્પણના ત્રીજા તબકકામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દરેક ગામ દીઠ એક હાઉસ હોલ્ડ શોકપીટ બનાવવાનું પરિપત્રમાં જણાવાયું છે.ઘરના કપડા,વાસણ,ન્હાવાના પાણીના નિકાલ માટે હાઉસ હોલ્ડ શોકપીટ બનાવામાં આવે છે.જેમાં ત્રણ ચેમ્બર બનાવામાં આવશે.જેમાં પ્રથમ ચેમ્બરમાં પાણી ગયા બાદ બીજી ચેમ્બરમાં જશે.જેમાં રેતી,કપચી,માટી સહીતની વસ્તુ હોય પાણી ફીલ્ટર થઇ ત્રીજી ચેમ્બરમાં જશે.આ ફીલ્ટર પાણીનો ઉપયોગ કીચન ગાર્ડનમાં તથા અન્ય વૃક્ષોને પાણી આપવામાં થઇ શકશે. 

-ઘનકચરાના નિકાલ માટે કમ્પોસ્ટ પીટ 
જિલ્લાના દરેક ગામ દીઠ કમ્પોસ્ટ પીટ બનાવવાની સૂચના પણ ડીઆરડીએને આપવામાં આવી છે.જેના દ્વારા કાચ અને પ્લાસ્ટીક સિવાયનો કચરો જેવો કે છાણ,માટી,પાંદડા,કાગળનો નિકાલ કરવામાં આવશે.કમ્પોસ્ટ પીટમાં વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવામાં આવતા તેમાંથી બનેલું ખાતર ખેડૂતોને આપવામાં આવે છે.એકથી વધુ ખેડૂત હોય તો ખાતર હરરાજીથી આપવામાં આવે છે. 

-અબજોના ખર્ચ અને જવાબદારોની તપાસ જરૂરી

છેલ્લા દાયકામા જ અબજો રૂપીયાના ખર્ચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ કર્યા પરંતુ એ દરેક કામ માટે જેની જેની જવાબદારી છે,તે સ્ટાફની કાર્યશૈલીની સંપુર્ણ તપાસ ક્યારેય થઇ નથી,નિયામક તો દોઢ બે વર્ષે બદલતા રહે પરંતુ અમુક સ્ટાફ નિયામક થી પણ વધુ જાહોજહાલી ભોગવે છે,અઢળક લાભ લે છે,તે તમામની અને સાથે સાથે પત્રકોમા દર્શાવાય છે તે દરેક કામોની સ્થળ તપાસ થવી જોઇએ તેમજ જે કામો તાલુકા પંચાયતને સોંપાયા તેની પણ તપાસ જરૂરી છે,કેમ કે સરકારની અઢળક ગ્રાંટનો સદઉપયોગ થાય છે કે નહી તે જોવુ જ રહ્યુ દરમ્યાન સ્ટેટ ઓડીટ સાથે સંકળાયેલા એક અધિકારીની વાત માનીએ તો કામોની સંખ્યા,ખર્ચનીમંજુરી,ચુકવણીઓ આવી મહત્વની બાબતોના અહી કોઇ તાલમેલ જોવા મળતો નથી માટે હિસાબી ગેરરીતીની આશંકા ઉપજે તે સ્વાભાવીક છે તેમજ અમુક રેકર્ડ ગાયબ છે,તેમજ કાયમી કરતા હંગામી કર્મચારીઓ વધુ ધરાવતી આ કચેરીના લખલુંટ ખર્ચમા અનેક વખતે અમુક હંગામી સ્ટાફના કારનામા પણ જો તપાસ થાય તો ખુલ્લા પડે તેમ છે જે અંગે જાણકારો પાસે સ્ફોટક વિગતો છે જેઓ ચોક્કસ સમયે તે વિસ્ફોટ કરે તો પણ નવાઇ નહી.