જામનગરની જી.જી.હોસ્પિટલની કાયાપલટનો રૂ ૪૦૦ કરોડનો માસ્ટર પ્લાન,બજેટમાં સૈદ્ધાંતિક સ્વીકાર..

જો આવું થાય તો દર્દીઓની સુવિધામાં થશે વધારો.

જામનગરની જી.જી.હોસ્પિટલની કાયાપલટનો રૂ ૪૦૦ કરોડનો માસ્ટર પ્લાન,બજેટમાં સૈદ્ધાંતિક સ્વીકાર..

Mysamachar.in-જામનગર:

જામનગરની જી.જી.હોસ્પિટલમાં બિલ્ડીંગો ખૂબ જ જુના થઈ ગયેલ હોય અને જર્જરિત હોવાથી ક્રમશઃ આયોજનબધ્ધ તેને દુર કરી આજની  જરૂરિયાત મુજબ આધુનિક સુવિધા અને નવા બનાવવા જોઈએ તેવી રજૂઆત જામનગર શહેર ગ્રામ્ય ભાજપના આગેવાનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ વિવિધકક્ષાઓએ કરવામાં આવતી હતી,અંતે આજે રજુ થયેલ બજેટમાં જામનગરની જી.જી. હોસ્પિટલ બિલ્ડિંગોના તમામ વિભાગોને ક્રમશઃ ડિમોલિશ કરી નવા બિલ્ડિંગો બાંધવાના રૂ.૪૦૦ કરોડના માસ્ટરપ્લાનનો સૈદ્ધાંતિક સ્વીકારની જાહેરાત કરવામાં આવી છે,ઉપરાંત હોસ્પિટલ મહેકમ પણ સુધારીને નવા જરૂરિયાત મુજબના મહેકમનો પણ બજેટમાં સ્વીકાર થયેલ છે.

સાથો-સાથ જામનગરની હોસ્પિટલમાં કાર્યરત સીટીસ્કેન મશીનના સ્થાને આધુનિક ૧૨૮ સ્લાઈસનું નવું મશીન તેમજ એમ.આર.આઈ. મશીન પણ ખૂબ જૂનું થયું હોય નવું એમ.આર.આઈ.મશીન પણ આપવાનો સ્વીકાર કરેલ છેજામનગરની આ  હોસ્પિટલ અમદાવાદ પછી રાજ્યની બીજા નંબરની હોસ્પિટલ છે,અહીં જામનગર શહેર-જીલ્લા ઉપરાંત, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર- સોમનાથ, જુનાગઢ, કચ્છ સહિતના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર અર્થે આવે છે.દરરોજ ત્રણ હજાર કરતા વધુ દર્દીઓ પોતાની સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવતા હોવાનો એક અંદાજ છે.