દિગ્જામ ફાટક નજીક 3 શખ્સોએ આપ્યો લુંટને અંજામ..

આ રીતે કરવામાં આવી લુંટ

દિગ્જામ ફાટક  નજીક 3 શખ્સોએ આપ્યો લુંટને અંજામ..
Symbolic Image

Mysamachar.in-જામનગર:

જામનગરમાં ફરી એકવખત સામે આવી છે લુંટની ઘટના..શહેરના એરફોર્સ રોડ દિગ્જામ સર્કલ નજીક ફાટક પાસેથી ભરતભાઇ કંટારીયા નામનો ખાનગી નોકરી કરતો યુવક પસાર થઇ રહ્યા હતા, ત્યારે તેમની પાછળ ત્રણ અજાણ્યા ઈસમો એકાએક આવી પહોચ્યા હતા, અને આવેલ પૈકી એક ઇસમેં ભરતભાઈને કહેલ કે મોબાઈલ તથા પાકીટ આપી દે જેથી લુંટનો ભોગ બનનાર ભરતભાઈએ ના પાડતા તે ઈસમે ભરતભાઈના ડાબા હાથનો આંગળો મોઢામા દબાવી પોતાની પાસે રહેલ છરી વડે ડાબા હાથના પોચા ઉપર તથા છાતીના ભાગે ઘા મારી ઈજા કરી ત્રણેય ઈસમોએ ભેગા મળી ફરિયાદી ભરતભાઈનો મોબાઇલ ફોન જેની કીમત ૮૦૦૦/- તથા પાકિટ જેમા રહેલ રોકડા રૂપીયા આશરે ૪૦૦૦/-તથા ડ્રાઈવીંગ લાયસન્સ, ચુટણીકાર્ડ તથા પાનકાર્ડ મળી કુલ રૂ.૧૨૦૦૦/- ની લુંટ કરી નાસી છૂટ્યાની ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ સીટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાતા પી.આઈ.જલુ અને સ્ટાફે તપાસ શરુ કરી છે.