આંગડીયા પેઢીમાંથી ૧૦ લાખની સનસનીખેજ લૂંટ..!

કાલાવડ તરફ ભાગ્યા હોવાનું અનુમાન

આંગડીયા પેઢીમાંથી ૧૦ લાખની સનસનીખેજ લૂંટ..!

Mysamachar.in-રાજકોટ:

રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં આંગડીયા પેઢીમાં ચાકુની અણીએ ૧૦ લાખની સનસનીખેજ લૂંટની ઘટના સામે આવતા પોલીસ હરકતમાં આવીને ફરાર થઈ ગયેલા બુકાનીધારી બે શખ્સોને શોધવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરીને તપાસ તેજ કરી છે,

બનાવની મળતી વિગત મુજબ આજે જામકંડોરણામાં આંગડીયા પેઢીના માણસો પોતાનું રૂટિન કામ કરી રહ્યા હતા.દરમિયાન બે શખ્સો મોઢા પર રૂમાલ બાંધીને બાઈકમાં આવ્યા હતા અને બંને શખ્સ ઓફિસમાં ઘૂસી ગયા બાદ છરીની અણીએ ૧૦ લાખ રૂપિયાની રોકડ તેમજ સીસીટીવીનું ડીવીઆર ઉઠાવીને ગણતરીની મિનિટોમાં જ લૂંટને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા, 

આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી જઈને વધુ કાર્યવાહી હાથ ધરતા લૂંટારુ શખ્સો કાલાવડ તરફ ફરાર થઈ ગયા હોવાના  અનુમાન સાથે આ દિશામાં તપાસ આગળ વધારી છે.