૨ કરોડના ખર્ચે બન્યો રોડ...એક માસમાં જ ઉઠ્યા સવાલ..અધિકારીઓ કરે છે બચાવ...

શું કહ્યું અધિકારી અને ગામના ઉપસરપંચ એ વિડીયો ક્લીક કરો

mysamachar.inજામનગર:

રાજ્ય સરકાર શહેર થી ગામો ને જોડતા રસ્તાઓ પાકા અને સુવ્યવસ્થિત બને તે માટે વાર્ષિક કરોડો રૂપિયાનું આંધણ નવા રસ્તાઓ બનાવવા પાછળ કરવામાં આવે છે..પણ સરકારના ઉમદા હેતુઓની બાબુઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને કેવી ધૂળ કાઢે છે..તેનો એક કિસ્સો જામનગરમાં પણ સામે આવ્યો છે...

જામનગર ના કાલાવડરોડ પર પતારીયા થી સુવરડા તરફ જતા નોનપ્લાન રસ્તાનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને હસ્તે કરવામાં આવ્યા બાદ આ કામગીરી શરૂ થઇ છે..અને આ રોડ સહિતના પ્રોજેક્ટ માટે સ્રરકાર દ્વારા ૨,૧૮ કરોડ જેવી ગ્રાન્ટ પણ મંજુર કરવામાં આવી હતી..અને પતારીયા સુવરડા રોડનું કામ ગતિથી શરૂ થયું હતું..અને તાજેતરમાં જ એટલેકે એક માસ પૂર્વે આ રોડનું કામ પૂર્ણ થવા પામ્યું હતું...કામ તો પૂર્ણ થયું પણ સુવરડા ગ્રામ પંચાયત ના ઉપસરપંચ જેન્તીભાઈ નંદા એ રોડની ગુણવતા અને કામગીરી ને લઈને ઉઠાવ્યા છે સવાલો..જો ઉપસરપંચ નો આક્ષેપ માનીએ તો રોડ ને લઈને થવું જોઈતું યોગ્ય અને ગુણવતાસભર કામ આ રોડની કામગીરી દરમિયાન ના થતા જુજ પડેલ વરસાદના પાણી મા પણ રોડની સાઈડો ઠેકઠેકાણે થી ખુલી જવા પામી છે...અને રોડની કામગીરી દરમિયાન જીલ્લા પંચાયતના બાંધકામ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા મીલીભગત આચરવામાં આવી હોવાનો કથિત આક્ષેપ પણ તેને કર્યો છે..આ અંગે તેવો એ રોડનું ખાતમુહર્ત કરનાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત,કલેકટર,ડીડીઓ સહિતના અધિકારીઓને રોડની ગુણવતા ને લઈને રજૂઆત કરી છે...પણ તે પણ ધ્યાને ના લેવામાં આવી હોવાની રજૂઆત તેને કરી..

તો આ મામલે જીલ્લાપંચાયતના બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જાણે કોન્ટ્રાક્ટરવતી બચાવપક્ષ ની ભૂમિકામાં હોય તેમ રોડની કામગીરી ને લઈને અહીના સ્થાનિકો વિરોધ કરી રહ્યાનો રાગાલાપ તેને આપ્યો..અને આડકતરી રીતે રોડની સાઈડોમાં  થયેલ નુકશાનીનો સ્વીકાર કરતાં આ કામગીરી કોન્ટ્રાક્ટર પાસે ગેરેંટીપીરીયડમાં કરાવવામાં આવશે તેમ પણ તેમને જણાવ્યું..ત્યારે આ મામલો આમ તો તપાસ માંગી લેતો છે અને જો રોડના કામમાં ખરેખર લોટપાણી અને લાકડા થયા હોય તો જવાબદારો સામે પગલા ભરી અને તંત્ર એ દાખલો બેસાડવો જોઈએ..