રીક્ષાચાલકો હવે આરટીઓ કચેરીએ જતા નહીં ,સર્વેની કામગીરી બંધ

રીક્ષાચાલકો હવે આરટીઓ કચેરીએ જતા નહીં ,સર્વેની કામગીરી બંધ

Mysamachar.in-જામનગર
જામનગર આરટીઓ દ્વારા શહેરના શ્રમયોગી રીક્ષાચાલકોને વળતર આપવાની યોજના સંદર્ભે lockdown વચ્ચે આરંભવામાં આવેલી ફોર્મ ભરવાની કાર્યવાહી એકાએક સ્થગિત કરી નાખવામાં આવી છે, આ યોજના અંતર્ગત ત્રણ દિવસમાં સોળસો જેટલા લાભાર્થીઓએ ફોર્મ જમા કરાવ્યા હતા જે સર્વેની કામગીરી હવે રદ કરવામાં આવી હોવાનું જણાવી એ.આર.ટી.ઓ ચૌધરીએ જણાવ્યું  હતું કે વાહન વ્યવહાર કમિશનરના આદેશ અનુસાર જામનગર આરટીઓ દ્વારા રીક્ષાચાલકો પાસેથી ફોર્મ ભરી જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ તારીખ 2 ના રોજ સાંજે વાહન વ્યવહાર વિભાગના કમિશનર દ્વારા આ યોજના રદ કરવામાં આવ્યાની જાણ કરી હોવાથી જામનગર આરટીઓ દ્વારા રીક્ષા ચાલકોના ફોર્મ સ્વીકારવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા માત્ર શ્રમયોગી રિક્ષાચાલકો જ નહીં પરંતુ અન્યોને પણ વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી રીક્ષાચાલકો માટેની આ સર્વેની કામગીરી કેન્સલ કરવામાં આવી છે, જેથી દરેક રિક્ષાચાલકોએ હવે ફોર્મ ભરવા જામનગર આરટીઓ કચેરી પર આવવુ નહીં અને સરકારની સૂચના અનુસાર lockdown માં ઘરમાં રહી સુરક્ષિત રહી સાથ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે બીજી બાજુ ત્રણ દિવસ સુધી જામનગર આરટીઓ કચેરીમાં રીક્ષાચાલકો પાસેથી ફોર્મ ભરવાની હાથ ધરાયેલી કામગીરી દરમિયાન ૧૬૦૦ જેટલા શ્રમયોગી lockdown  દરમિયાન પોલીસ તથા સુરક્ષા એજન્સીના જવાનો વચ્ચે સંતાકૂકડી રમી આરટીઓ કચેરીએ પહોંચ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.