જમીન માપણી ના ગોટાળા સામે મહેસુલમંત્રી ની મહત્વની જાહેરાત

જામનગર અને દ્વારકા જિલ્લામાં મોટાપાયે ગોટાળાઓ...

જમીન માપણી ના ગોટાળા સામે મહેસુલમંત્રી ની મહત્વની જાહેરાત
પ્રતીકાત્મક તસ્વીર

mysamachar.in-ગાંધીનગર

સમગ્ર ગુજરાતમાંથી જામનગર જિલ્લાને  જમીન માપણીના પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરીને ધ્રોલ તાલુકાના લતીપુર ગામથી આધુનિક જમીન માપણીની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકારે અગાઉ ખાનગી કંપનીને આ કામ સોંપ્યું હોવાથી ખેતીની જમીન માપણીમાં ભારે ગોટાળા સામે આવતા ભારે દેકારો  બોલી જવા પામ્યો હતો અને સરકારે પોતાની લેન્ડ રેકર્ડ કચેરી મારફત પુનઃપધ્ધતિસર માપણીનું કામ ચાલુ કરવા છતાં પણ ગોટાળા બહાર આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો,

જામનગર સહિત ગુજરાતમાં ખેતીની જમીન માપણીનું અદ્ધતન કોમ્પ્યુટરાઈઝ રેકર્ડ કરવાના ધ્યેય સામે છેલ્લા ચાર વર્ષમાં સરકાર ઉપર ભારે પસ્તાળ પડવા પામી હતી,હવે ગુજરાતમાં પુનઃ ભાજપની સરકાર આવતા મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલએ હરકતમાં આવીને જમીન માપણી મુદ્દે આકરું વલણ દાખવ્યું છે, મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે  એક નિવેદન કરતા જણાવ્યું છે કે,જમીન માપણીની ક્ષતિઓ સુધારવા માટે સરકારના ચાર મંત્રીઓની સમિતિની રચના કરવામાં આવી છે અને ૯ ખાનગી એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે, ગેરરીતિની ફરિયાદ થયે એજન્સી સામે કાર્યવાહી કરવાની પણ મહેસૂલમંત્રી એ ચીમકી આપી છેવધુમાં મહેસુલ મંત્રીએ એમ પણ જણાવ્યું છે કે,ગુજરાતના એકપણ  ખેડૂતની જમીનનો ટુકડો ઓછો નહી થાય ખેડૂતોને સંતોષ થાય તે પ્રમાણે માપણી કરવામાં આવશે અને સરકારનો ઉદેશ માત્ર આધુનિક રેકર્ડ ઉભું કરીને જમીન દફતર ચોખ્ખું રાખવાનું આયોજન છે,

જામનગર જિલ્લામાં પણ જમીન માપણીના ઘણા ગોટાળા બહાર આવ્યા હતા જેની સામે હાલ માત્ર 3 હજાર ઉપર જમીન માપણીની વાંધા અરજી પેન્ડિંગ છે,21 હજાર ઉપરની વાંધા અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે તેમજ 11 હજાર ઉપર અરજીનો આખરી હુકમ કરીને નિકાલ કરાયો હોવાનું જામનગર લેન્ડ રેકર્ડ કચેરીના સૂત્રો દાવો કરી રહ્યા છે.