ધોરણ ૧૨ નું પરિણામ,રાજપૂત સમાજ નું ગૌરવ વધારતી દીકરીઓ..

ધોરણ ૧૨ નું પરિણામ,રાજપૂત સમાજ નું ગૌરવ વધારતી દીકરીઓ..

Mysamachar.in-જામનગર:

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે,જેમાં જામનગર જિલ્લાનું ૮૦.૩૭% જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લા નું ૭૯.૧૯% ટકા પરિણામો જાહેર થયા છે,ત્યારે જામનગર શહેર ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા હરેન્દ્રસિંહ જાડેજાની (હરૂભા) ની પુત્રી શ્રુતીબા જાડેજા જે સત્યસાઈ સ્કુલમાં અભ્યાસ કરે છે તેણી એ બી-૧ ગ્રેડ પ્રાપ્ત કરતાં પરિવાર ને ગૌરવ અપાવ્યું છે,તો રાજપૂત સમાજના જ નરેન્દ્રસિંહ જાડેજાની પુત્રી પ્રિયંકાબાએ  એ-૨ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે,આમ રાજપૂત સમાજની બન્ને દીકરીઓ ધોરણ ૧૨ ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો મેળવી પોતાના પરિવારોનું ગૌરવ વધાર્યું છે.