કોંગ્રેસને ઝટકો MLA જવાહર ચાવડાનું રાજીનામું

રાજકારણમાં નવાજુનીના એંધાણ

કોંગ્રેસને ઝટકો MLA જવાહર ચાવડાનું રાજીનામું

Mysamachar.in-ગાંધીનગર:

રાજ્યના રાજકારણમાં લોકસભાની ચૂંટણી પૂર્વે એક આંધી ઉઠી હોય તેમ ઉથલપાથલનો દૌર શરૂ થયો છે અને આ દૌર વચ્ચે જેની કોઈ અટકળો પણ નહોતી તેવા કોંગ્રેસનાં ધારાસભ્યએ આજે રાજીનામું આપી અને કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો આપ્યો છે,

કોંગ્રેસની પરિસ્થિતિ રાજયમાં દિવસે ને દિવસે કથળતી હોય અને આગેવાનોમાં ઉકળતો ચરુ હોય તેમ  ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ તાજેતરમાં જ રાજીનામું આપ્યા બાદ આજે જૂનાગઢ જિલ્લાના માણાવદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ અચાનક કોઈ પણ જાતની રાજકીય ગતિવિધિ વિના સીધા જ ગાંધીનગર પહોંચી જઈને વિધાનસભાના અધ્યક્ષને એકાએક રાજીનામું ધરી દેતા રાજ્યના રાજકારણમા રાજકીય ભુકંપ સર્જાયો છે. ત્યારે જવાહર ચાવડા ભાજપમાં જોડાઈને રાજ્ય સરકારમાં મંત્રીપદમાં સ્થાન આપવામાં આવે તેવું સૂત્રોમાંથી જાણવા મળે છે. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.