ધ્રોલ જોડીયા પંથકમા રેસ્ક્યુ કામગીરી સરાહનીય હોવાનો પ્રજામત

૨૦૦૦ લોકોને ફૂડપેકેટ પણ વિતરણ કરાયા 

ધ્રોલ જોડીયા પંથકમા રેસ્ક્યુ કામગીરી સરાહનીય હોવાનો પ્રજામત

Mysamachar.in-જામનગર:

હાલારને મેઘરાજાના  હેત ધ્રોલથી માંડી આમ તો છેક મોરબી જિલ્લાના આમરણ ટંકારા સુધી વસમુ પણ પડ્યુ ખાસ કરીને શુક્ર શનિના વરસાદે મહેર સાથે થોડો કહેર વરસાવ્યો હતો,પરંતુ આ તમામ વિસ્તારોમા રેસ્ક્યુ કામગીરી સરાહનીય રહ્યાનો પ્રજામત છે, કલેક્ટર એસપી ઇ.ચા. ડીડીઓ પ્રાંતઅધીકારીઓ મામલતદારો પોલીસ અધીકારીઓ અને કર્મચારીઓ નાયબ મામલતદારો તલાટીઓ ક્લાર્કો ડ્રાયવરો પટ્ટાવાળા અને ખાસ કરીને એનડીઆરએફ અને વાયુદળ તો તમામ કામગીરીનુ સંકલન કરનાર ડીસ્ટ્રીક્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા થઇ રહેલુ સંકલન આ દરેકની જહેમત રંગ લાવી...

નહી તો ધ્રોલ જોડીયા બાલંભા કેશીયા હડીયાણા કુન્નડ લતીપર સહિત અનેક ગામોને વરસાદે ધોઇ નાંખ્યા પાણી....પાણી કરી દીધા દરેક ગામોમા પુલીયા નાલા કોઝવે ઉપરથી બે થી માંડી પાંચ ફુટ પાણી વહેતા હતા લોકો પાણી વચ્ચે ઘેરાયા હતા કેમ કે એક તો ૬ થી ૧૦ ઇચ વરસાદ માત્ર કલાકોમા પડ્યો અને આજી ડેમી વગેરે ડેમો ઓવરફ્લો થયા દરવાજા ખોલાયા માટે પાણી તો ભરાય એ સહજ છે,

ત્યારે જરૂર પડી ત્યા વાયુદળની મદદથી લોકોને એરલીફ્ટ કરાયા સલામત સ્થળે પહોંચાડાયા અને અગાઉથી જ તંત્રએ આશ્રયસ્થાન નક્કી કર્યા હતા,ત્યા લોકોને રાખી જમવાની આશ્રયની તમામ સુવિધાઓ કરવામા આવી હતી, એ સિવાય એનડીઆરએફ , એરફોર્સ, પોલીસ ,તરવૈયા , ફાયરબ્રિગેડ  હોમગાર્ડઝ સહિતની ટીમોની મદદ સમયસર મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો,આ માટે તંત્રએ અગાઉના અનુભવોનો અભ્યાસ કરીને સમગ્ર આયોજન કર્યુ હતુ,  તે સફળ રહ્યુ અને ઉચ્ચ સનદી અધિકારીઓનુ સતત મોનીટરીંગ ઉપયોગી બની રહ્યુ હતુ,હજુય  આ જ એલર્ટનેશ હાલ બે દિવસ ઉપરાંત ફરી વરસાદી રાઉન્ડ વખતે જરૂરી અને ઉપયોગી બની રહેશે.

-આ કામગીરી પણ રહી મહત્વની....
જીલ્લા કલેકટર રવિશંકરના જણાવ્યા મુજબ વરસાદને કારણે ૩૨ લોકોને એરલીફ્ટ જયારે  ૪૨ લોકોને રેસ્ક્યુ તો ૬૩૩ લોકોને શીફ્ટીંગ કરી અને કુલ ૨૦૦૦ જેટલા ફૂડપેકેટ નું વિતરણ પણ વરસાદી સ્થિતિમાં તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.