Mysamachar.in-જામનગર:
જામનગર શહેર એ ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.જલુ સાથે વાતચીત કરતા તેવો જણાવે છે કે છેલ્લા કેટલાક દિવસથી શહેરના લાખોટા તળાવની પાળ પર સિક્યુરિટી સ્ટાફ અને આવતા જતા કેટલાક લોકોને પોતે પોલીસ હોવાની ઓળખ આપી અને ખંખેરવાનો પ્રયાસ કરનાર નકલી પોલીસકર્મીને પકડી પાડી તેની વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.જામનગરમાં લાખોટા તળાવે ફરવા આવતા યુગલો અને સિક્યુરીટી સ્ટાફ ને દાટી મારતો એક શખ્સ પોલીસના સ્વાંગમાં તોડ કરવાની પેરવી કરતો હોવાની સીટી એ ડિવિઝન પોલીસમાં કોઈએ જાણ કરી હતી. જેને લઈને પોલીસ દ્વારા આ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ શખ્સ હાથમાં આવી ચુક્યા બાદ સિક્યોરીટી સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા કરણસિંહ જાડેજાની એ ડીવીઝન પોલીસે મથકે ફરિયાદ લીધી તેમાં વિગતો જાહેર થઇ છે કે…
તેવો પોતાણી નોકરી ઉપર હોય ત્યારે આરોપી બુધા ઉર્ફે બ્રિજેશભાઇ શીયાભાઇ ચાસીયા રહે-દ્રારકાઆવી પોલીસ તરીકેનુ ખોટી ઓળખ આપી, પોતાના મોબાઇલ ફોનમા પોલીસ પહેરે તેવો યુનીફોર્મ પહેરેલ તથા ખંભાપર જી.પી લખેલ હોય તેવો ફોટો બતાવતા આ સિક્યુરિટી સુપરવાઈઝરે તેની પાસે આઇ.ડી કાર્ડ માગંતા આરોપી બુધાએ ઉશ્કેરાઇ જઈ સુપરવાઈઝર સાથી ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આમ પોતે પોલીસમા ન હોવા છતા પોતે પોલીસમા હોવાનુ જણાવી પોલીસ પહેરે તેવો યુનીફોર્મ નો ફોટો બતાવી ગુન્હો કરવા સબબ કલમ 170, 171, 504,506(2) મુજબ ગુન્હો દાખલ થયો છે, વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ઝડપાયેલા આ બુધો ઉર્ફે બ્રિજેશ સાંચીયા નામનો આ શખ્સ અગાઉ પણ નકલી પોલીસ બની રોફ જમાવતા પકડાઈ ચુક્યો છે જે કેસની વિગતો પણ પોલીસે એકત્ર કરી છે.