આંધળો વિશ્વાસ મુકીને તમારા ડોક્યુમેન્ટ કોઈને આપતા પૂર્વે વાંચજો આ કિસ્સો...

લોન કરાવી આપવાના બહાને મેળવ્યા આધાર...

આંધળો વિશ્વાસ મુકીને તમારા ડોક્યુમેન્ટ કોઈને આપતા પૂર્વે વાંચજો આ કિસ્સો...

Mysamachar.in-જામનગર:

આજના સમયમાં કોઈ ને કોઈ કામસર વ્યક્તિએ પોતાના વિવિધ ડોક્યુમેન્ટ જેવા કે આધારકાર્ડ, પાનકાર્ડ, લાયસન્સ વગેરે આપવાના થતા હોય છે, પણ આ આધારો ગમે-તેને આપી અને આંધળો વિશ્વાસ મુકવા જેવો નથી તેનો એક કિસ્સો જામનગરમાં પોલીસ ફરિયાદ થતા સામે આવ્યો છે, શહેરના આર.ટી.જાડેજા એસ્ટેટમા વસવાટ કરતાં ભરતભાઈ વૈદ નામના વ્યક્તિ પાસેથી સરફરાજ બાપુએ ૧૫,૦૦૦/- ની લોન આપવાના બહાને યેન કેન પ્રકારે ભરતભાઈ પાસેથી આધાર કાર્ડ, પાનકાર્ડ, લાયસન્સ, બેંક સ્ટેટમેન્ટ ઝેરોક્ષ, લાઇટ બીલ ઝેરોક્ષ, કેન્સલ ચેક ઝેરોક્ષ તથા પાસપોર્ટ સાઇઝ ફોટો વોટસએપના માધ્યમથી વિશ્વાસ કેળવીને મેળવી લીધા હતા, અને ભરતભાઈ લોનના પૈસાની રાહ જોઈને બેઠા હતા, પણ લોન તો મળી પણ ભરતભાઈની જાણ બહાર તેના નામનું ખોટુ ઇમેઇલ આઇડી bharat.ved19651965@gmail.com બનાવી જીએસટી નંબર મેળવવા ડોકયુમેન્ટ તેમજ ફોટાને જીએસટી મેળવવા ઉપયોગ કરીને ભરતભાઈનું ખોટુ નામ ધારણ કરી જીએસટી નંબર 24BAPPV4857E2Z6 મેળવી લીધાનું તેવોને ધ્યાને આવતા તેણે આ મામલે સીટી બી ડીવીઝનમા ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ આરંભી છે.