ફલેટ જોવા ગયેલી યુવતી બની દુષ્કર્મનો ભોગ...

કોઈનો ભરોષો કરતા પહેલા ચેતવા જેવો કિસ્સો

ફલેટ જોવા ગયેલી યુવતી બની દુષ્કર્મનો ભોગ...
Symbolic Image

Mysamachar.in-રાજકોટ:

રાજ્યના શહેરોમાં એક દુષ્કર્મ કે છેડતીની ઘટનાનો ભેદ ઉકેલવામાં માંડ પોલીસ સફળ થાય ત્યાં જ બીજો કેસ સામે આવીને ઉભો રહી જાય છે, હવસખોરો પોતાની હવસ સંતોષવા માટે અલગ અલગ બહાનાઓ અને માધ્યમ બનાવીને યુવતીઓ અને સગીરાઓ ને દુષ્કર્મ નો શિકાર બનાવે છે, ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં 28 વર્ષની એક યુવતીને ફ્લેટ ભાડે આપવાની લાલચ આપીને યોગેશ નામના યુવકે બે દિવસ ઘરમાં ગોંઘી રાખીને દુષ્કર્મ આચર્યાની ઘટનાની ફરિયાદ થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે,

પ્રિયા નામની વિધવા મહિલાએ પોતાના મકાનમાં ભાડેથી રહેતી યુવતીને મનહર-પ્લોટ પોતાનાં બોયફ્રેન્ડ યોગેશ સાથે સંપર્ક કરાવ્યો હતો. જે બાદ યોગેશે ફ્લેટ બતાવવાની લાલચ આપીને યુવતીને એક ફ્લેટમાં બોલાવી હતી. તે ત્યાં પહોંચી ત્યારે તેને કંઇક સુંઘાડીને અર્ધ બેહોશ જેવી કરી દીધા બાદ યોગેશે દુષ્કર્મ આચર્યું હતું. યોગેશનાં બાપુ નામના મિત્રએ પણ યુવતી સાથે બળજબરી કરી હતી. બન્ને શખ્સોએ તેને બે દિવસ ફ્લેટમાં ગોંધી રાખીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી, યુવતીને પોલીસ પૂછપરછમાં તેણીએ જણાવ્યું કે રાજકોટમાં તે ભાડાનાં મકાનમાં રહેતી હતી. ત્યાની મકાન માલિકે તેના બોયફ્રેન્ડ યોગેશ અને અન્ય મિત્રએ બળાત્કાર ગુજાર્યાનું કહ્યું હતું.રાજકોટ એ ડીવીઝન પોલીસે આ મામલે યુવતીના મેડીકલ પરીક્ષણ સહિતની દિશાઓમાં વધુ તપાસ હાથ ધરી છે.