રણજીતસાગરડેમ આ માસના અંતે થશે ખાલી,કમિશ્નર પહોચ્યા આજી ડેમ,સ્થિતિ ની કરી સમીક્ષા

સસોઈ ડેમમાં ૩૧ માર્ચ સુધીનું ચાલે તેટલું પાણી

રણજીતસાગરડેમ આ માસના અંતે થશે ખાલી,કમિશ્નર પહોચ્યા આજી ડેમ,સ્થિતિ ની કરી સમીક્ષા

mysamachar.in-જામનગર

જીલ્લાની સાથોસાથ અપૂરતા અને અનિયમિત વરસાદ ને કારણે જામનગર શહેરમા પણ આવનાર સમય જો નર્મદા આધારીત પાણી ના મળે તો કફોડી સ્થિતિ નું નિર્માણ થાય તેમ છે,શહેર ને પાણી પુરુ પાડતા અને મહત્વના કહી શકાય તેવા રણજીતસાગર ડેમના તળિયા દેખાવા લાગ્યા છે અને રણજીતસાગરમાં આ માસના અંત સુધી ચાલે તેટલો જથ્થો જ હોવાનું જાણવા મળે છે,

એવામાં મનપાની દૈનિક ૧૦૫ એમએલડી પાણીની જરૂરિયાત સામે હાલ ક્યાં ડેમોમા કેટલું પાણી છે,અને તે પાણીનો જથ્થો ક્યાં સુધી ચાલશે તે અંગે મનપાની વોટરવર્કસ્ શાખાના નાયબ ઈજનેર પી.સી.બોખાણી દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેના પર નજર કરવામાં આવે તો..

-રણજીતસાગર ડેમમાં હાલ ૧૪૧ MCFT પાણીનો જથ્થો છે,જેમાં થી દૈનિક ૨૫ એમએલડી પાણી મેળવવામાં આવે છે તે જથ્થો ઓક્ટોબર માસના અંત સુધી ચાલશે 

-ઉંડ-૧ ડેમમાં ૭૧૮ MCFT પાણીનો જથ્થો છે,જેમાંથી દૈનિક ૨૫ એમએલડી પાણી મેળવવામાં આવે છે,તે જથ્થો ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધી ચાલે તેટલો છે,આ ડેમમાં થી ખેડૂતોની માંગને ધ્યાને રાખીને સિંચાઇ વિભાગ દ્વારા ૩૦૦ MCFT પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,જેમાંથી ૧૫૦ MCFT પાણી છોડી દેવામાં આવ્યું છે,જેની સામે છોડવામાં આવેલ પાણી થી વધુ ૫૦ MCFT એટલે કે ૩૫૦ MCFT પાણી સૌની યોજના મારફત પહોચાડવાનું સરકારમાં વિચારણા હેઠળ છે,

-સસોઈ ડેમમાં ૫૪૩ MCFT પાણીનો જથ્થો છે,જેમાંથી દૈનિક ૨૦ થી ૨૨ એમએલડી પાણી મેળવવામા આવે છે,તે જથ્થો ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી ચાલે તેમ છે

-આજી-૩ ડેમમાં ૬૬૭ MCFT પાણીનો જથ્થો છે,જેમાંથી દૈનિક ૨૦ થી ૨૨ એમએલડી પાણી મેળવવામાં આવે છે,જે ૩૦ જુન ૨૦૧૯ સુધી ચાલશે,આ ડેમમાંથી પણ ૧૫૦ MCFT પાણી સિંચાઈ માટે છોડવામાં આવ્યું છે 

-તો નર્મદામાં થી દૈનિક ૧૦થી૧૫ એમએલડી પાણી મેળવવામાં આવે છે આમ જામનગર મહાનગરપાલિકા હાલમાં દૈનિક ૧૦૫ એમએલડી પાણીનો જથ્થો એકત્ર કરી અને એકાંતરા ૪૫ મીનીટ સુધી શહેરમા વિતરણ કરે છે,એવા સંજોગોમાં રણજીતસાગર ખાલી થઇ જતા તે ઘટને પૂરી કરવા માટે વધારાના જથ્થા ની અત્યારથી એટલે કે ૪૦ એમએલડી જેટલો જથ્થો વધારવા કમિશ્નર દ્વારા પત્ર લખી અને સરકારમાં આગોતરી માંગ કરવામાં આવી છે,

પણ જળાશયોના નીચે જઈ રહેલ સ્તર વચ્ચે જો નર્મદામાં થી પાણી મેળવતા સમયે એક દિવસનો પણ વિક્ષેપ પડે તો શહેરીજનો ને હાલાકી પણ ભોગવવી પડે તેવી શકયતાઓ ને નકારી શકાય નહિ,એવામાં આગામી આયોજન સુચારુ રીતે જળવાઈ રહે તે માટે આજે મ્યુ.કમિશ્નર આર.બી.બારડ,વોટરવર્કસના કાર્યપાલક ઈજનેર ડી.એચ.છત્રાળા,નાયબ ઈજનેર પી.સી.બોખાણી સહિતના અધિકારીઓ આજી ૩ ડેમ ખાતે પહોચ્યા હતા અને પાણીની આગામી આયોજન અંગેની સ્થિતિ ની સમીક્ષા કરી હતી.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.