રાજપૂત કરણીસેનાના મહિલા પ્રમુખ રીવાબા જાડેજા પહોંચ્યા SP કચેરીએ

જાણો શું કરી રજૂઆત..

રાજપૂત કરણીસેનાના મહિલા પ્રમુખ રીવાબા જાડેજા પહોંચ્યા SP કચેરીએ

Mysamachar.in-જામનગર:

આગામી ધુળેટીનો તહેવાર ખુબ જ નજીક છે,ત્યારે ધુળેટીના તહેવારમાં અમુક આવારા તત્વો નશાની હાલતમાં કે પછી છાકટા બનીને કલરો ઉડાવતા હોય છે,ત્યારે ધુળેટી ના તહેવારમાં જામનગરમાં રંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગ સાથે આજે રાજપૂત કરણી સેનાના ગુજરાત મહિલા પ્રમુખ રીવાબા જાડેજાની આગેવાનીમાં રાજપૂત સમાજના કરણીસેના મહિલા પાંખના બહેનો સાથે જીલ્લા પોલીસવડા ને આવેદનપત્ર આપવા પહોચ્યા હતા.

આપવામાં આવેલ આવેદનપત્રમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે જાહેરમાં રંગ ઉડાડીને બેહુદી રીતે મહિલાઓનો માનભંગ થાય તે રીતે ઉજવણી કરવામાં આવે છે તેથી આ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે અને જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવાઈ તેવી માંગ કરવામા આવી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો

આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.