ફોન લઇ પહોંચી જાવ રેલવે સ્ટેશન, આ સુવિધા મળશે ફ્રી !

જામનગર અને દ્વારકાના આ સ્ટેશનનો સમાવેશ

ફોન લઇ પહોંચી જાવ રેલવે સ્ટેશન, આ સુવિધા મળશે ફ્રી !

Mysamachar.in-રાજકોટઃ

છેલ્લા કેટલાક સમયથી જામનગર સહિત રાજ્યભરમાં ડિજિટલ ઇન્ડિયાનું અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન અંતર્ગત જાહેર ટ્રાન્સપોર્ટ સ્ટેશનોને વાયફાયથી સજ્જ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. ત્યારે રાજકોટ ડિવિઝનના 50 રેલવે સ્ટેશન પર હવે હાઇ સ્પીડ ફ્રી વાય-ફાયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનો સીધો ફાયદો મુસાફરોને થશે.ઉલ્લેખનીય છે કે રાજકોટ ડિવિઝનના 06 સ્ટેશન રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, થાન, લખતર, અને મકનસર પર ફ્રી વાય-ફાઈની સુવિધા ગુગલ તથા રેલટેપના સહયોગથી પહેલાથી જ ઉપલબ્ધ હતી. હવે ટાટા ટ્રસ્ટના સહયોગથી અન્ય 44 સ્ટેશનો પર આ સુવિધા કરવામાં આવી છે. રેલવેનું કહેવું છે કે દૂર્ગમ વિસ્તારમાં આ સુવિધાનો લાભ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને ગામલોકોને વધુ થશે.

રાજકોટ ડિવિઝનના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, થાન, લખતર, અને મકનસર સહિત અન્ય 44 સ્ટેશનો ઓખા, મીઠાપુર, દ્વારકા, ગોરિજા, ઓખામઢી, ભાટિયા, ભોપલકા, ભાતેલ, ખંભાળિયા, મોડપુર, કાનાલુસ, પીપલી, લાખાબાવળ, હાપા, અલિયાવાડા, જામવંથલી, અમરસર, જાળીયાદેવાણી, હડમતીયા, ચણોલ, પડધરી, ખંઢેરી, ભક્તિનગર, વિલેશ્વર, ખોરાણા, કણકોટ, સિધાવદર, અમરસર, વાંકાનેર, લુણસરીયા, દલડી, લાખામાચી, વગડીયા, રામપરડા, મુલી રોડ, દિગસર, ચામરજ, લીલાપુરરોડ, સાબલીરોડ, વની રોડ, મોરબી, બરવાલારોડ, દહીંસરા અને વવાણીયા રેલવે સ્ટેશનો પર વાયફાયની સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધાનો વપરાશ કરવા માટે સ્માર્ટ ફોન અથવા લેપટોપમાં વાય-ફાય ઓન કરી રેલવાયર વાય-ફાય નેટવર્કને સિલેક્ટ કરવાનું રહેશે. મોબાઈલ નંબર એન્ટર કરવા પર એક ઓટીપી પ્રાપ્ત થશે જે એન્ટર કરતાં જ મોબાઈલ વાય-ફાય નેટવર્કથી જોડાઈ જવાશે. 30 મિનિટ સુધી યાત્રી હાઈ સ્પીડ વાય-ફાય સુવિધાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ ઇન્ટરનેટરની સ્પીડ ઓછી થતી જશે.