જામનગરમા તડકા સાથે વરસાદી ઝાપટાએ લોકોને આશ્ચર્યમાં મુક્યા

જામનગરમા તડકા  સાથે વરસાદી ઝાપટાએ લોકોને આશ્ચર્યમાં મુક્યા
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

જામનગરમાં ચૈત્ર માસની શરૂઆત થતા જ સૂર્યદેવનો આકરો પ્રકોપનો  પ્રારંભ થયો હતો, છેલ્લા એક સપ્તાહમાં ઉતરોતર મહત્તમ તાપમાનમાં વધારો નોંધાતો ગયો જે ૪૦ ડિગ્રીની ઉપર પહોંચી જવા પામ્યો હતો, લોકોએ સૂર્યના આકરા તાપની સાથે લુ નો અહેસાસ કર્યો હતો જાહેરમાર્ગો lockdown ના સમયમાં પણ વેરાન બન્યા હતા, જામનગરમાં આજ સવારથી પલટાયેલા હવામાન સાથે આકાશમાં કાળાડિબાંગ વાદળો ની અવરજવર રહેવા પામી હતી, જો કે સૂર્યદેવના આગમનના પગલે આ વાદળો અદ્રશ્ય થયા હતા પરંતુ બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં તડકાની સાથે વરસાદી ઝાપટુ વરસતા જાહેરમાર્ગો ભીના બન્યા હતા વાતાવરણમાં ગરમ પવનોની વચ્ચે ઠંડા પવનની લહેરો ફૂંકાવા લાગી હતી આ આશ્ચર્યજનક વાતાવરણ વચ્ચે જામનગરવાસીઓ કુદરતનો આ નઝારો જોઈ આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા હતા.