ચિંતાના સમાચાર, અરબી સમુદ્રમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય

24 કલાકમાં વરસાદની આગાહી

ચિંતાના સમાચાર, અરબી સમુદ્રમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય

Mysamachar.in-અમદાવાદઃ

ખેડૂતોનું ચોમાસું પાક બગાળ્યા બાદ લાગે છે કે મેઘરાજા શિયાળુ પાક પણ બગાડવાના મૂળમાં છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં ફરીથી એક સાથે બે લોપ્રેશરની સિસ્ટમ સર્જાઇ છે. જેના કારણે આગામી 24 કલાક દરમિયાન પવનની દિશા બદલાતા રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. સપ્તાહના અંત અને આગામી સપ્તાહની શરૂઆતમાં લઘુત્તમ તાપમાન ઘટશે, જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો પણ અનુભવાશે. અરબી સમુદ્રમાં એક જ મહિનાના બહુ થોડા સમયમાં એક સાથે બે વાવાઝોડાં સર્જાવાની શક્યતાઓ ઉભી થઇ છે. જો કે અંગે વિજ્ઞાનિકો પણ અવઢવમાં મૂકાયા છે અને તેનું સંશોધન કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે અરબી સમુદ્રમાં ચાર જ્યારે બંગાળના ઉપસાગરમાં ત્રણ એમ કુલ સાત દરિયાઇ વાવાઝોડાં સર્જાયાં હતાં. તો બીજી બાજુ ફરી વરસાદની આગાહીને પગલે સૌથી વધુ ખેડૂતો ચિંતીત છે. કારણ કે ચોમાસામાં બચેલો પાક માંડ માંડ કરી માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચ્યો છે, જો વરસાદ આવશે તો મોટા પ્રમાણમાં મુશ્કેલી પડી શકે છે. અને હજુ શિયાળું પાકનો મોલ પણ તૈયાર છે, તેમાં પણ વ્યાપક નુકસાનનો ભય ફેલાયો છે.