રાહુલ ગાંધીના જામીન થયા મંજુર 

આ હતો એ કેસ

રાહુલ ગાંધીના જામીન થયા મંજુર 

Mysamachar.in-અમદાવાદ:

કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થવા માટે પહોંચ્યા હતા..એડીસી બેંકે કરેલા રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં ગઈ ૨૭ મેએ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી ટળી હતી,નોટબંધી સમયે પ્રેસ-કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ ગંભીર આરોપો લગાવ્યા હતા,જેની સામે એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કર્યો હતો.ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમ.બી.મુનશી સામે તેમની જુબાની લેવામાં આવીહતી,એડીસી બેંકે કરેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈ એટલે કે આજે હાજર થવા ફરમાન કર્યું હતું,જો કે આજે રાહુલ ગાંધી હાજર થયા અને આજની કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ પ્રવક્તા મનીષ દોશી આ કેસમાં તારીખ ૭ સપ્ટેમ્બર સુધીની મુદ્દત પડી છે,અને રાહુલ ગાંધીને જામીન મુક્ત કર્યા છે.તેમ મીડિયાને જણાવ્યું હતું.