જામનગરના જયેન્દ્રભાઇ કારિયાને શ્રષ્ઠ રઘુવંશી વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ

સમાજનું ગૌરવ

જામનગરના જયેન્દ્રભાઇ કારિયાને શ્રષ્ઠ રઘુવંશી વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ

Mysamachar.in-જામનગરઃ

સમગ્ર વિશ્વના રઘુવંશીઓની માતૃસંસ્થા લોહાણા મહા પરિષદના સ્થાપિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સની શ્રેણીમાં વર્ષ 2019 માટે જામનગરના જયેન્દ્રભાઇ વલ્લભદાસ કારિયાની એવોર્ડ પસંદગી સમિતિ દ્વારા શ્રેષ્ઠ રઘુવંશી વિશિષ્ટ પ્રતિભા એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડથી જયેન્દ્રભાઇ કારિયાને મહારાષ્ટ્રના ગોંદિયામાં યોજાયેલા સમારોહમાં એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે.