હાપા યાર્ડ પર રાઘવજી પટેલનો કબ્જો

ચંદ્રેશ પટેલ જુથની હાર

હાપા યાર્ડ પર રાઘવજી પટેલનો કબ્જો

Mysamachar.in-જામનગર:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ કબ્જે કરવા માટે ભાજપના જ બે દિગ્ગજ નેતાઑ વચ્ચે ભારે હરીફાઈ થવા પામી હતી, જેમાં રાઘવજી પટેલ જુથ અને ચંદ્રેશ પટેલ જુથ છેલ્લી ઘડી સુધી જોર લગાવ્યા બાદ ગઇકાલે યોજાયેલ મતદાનમાં ૧૪ બેઠકો માટે ૧૩૬૭માંથી ૧૨૯૧ મતદારોએ મતદાન કર્યું હતું અને ૯૪.૪૪ ટકા જેવુ મતદાન થયું હોય,ગઇકાલ સાંજ સુધી ભારે રાજકીય ઉતેજના વચ્ચે બંને જૂથો મતદાન કરાવવા ભાગદોડ કરી રહ્યા હતા,

તેવામાં આજે હાપા યાર્ડ પર કોનો કબ્જો રહેશે તેનો ફેસલો મતદારોએ કરી નાખતા તમામ રાજકીય અટકળોનો અંત આવ્યો છે અને અંતે રાઘવજી પટેલ જૂથને વધુ એક વખત મેદાન મારવામાં સફળતા હાંસલ થઈ છે અને યાર્ડની તમામ ૧૪ બેઠકો પર રાઘવજી પટેલ જૂથને સ્પષ્ટ બહુમતી મળી છે,

આમ સમગ્ર જીલ્લાની જેના પર નજર હતી તે હાપા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં અંતે રાઘવજી પટેલ જુથને કબ્જો મેળવવામાં સફળતા મળતા ચંદ્રેશ પટેલ જૂથના હાથ હેઠા પડ્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.