લાલપુરના રાફુદડ ગામે મંદિરના પ્રાંગણમાથી ચોરી અને મૂર્તિખંડિત કરતાં અજાણ્યા ઇસમો..

નોંધાઈ ફરિયાદ..

લાલપુરના રાફુદડ ગામે મંદિરના પ્રાંગણમાથી ચોરી અને મૂર્તિખંડિત કરતાં અજાણ્યા ઇસમો..

Mysamachar.in-જામનગર:

લાલપુર તાલુકાના મોટી રાફૂદડ ગામે અસામાજિક તત્વોનો આતંક સમાન એક ઘટના સામે આવી છે,જ્યાં રાધાકૃષ્ણ મંદિર અને બાપા સીતારામના મંદિરમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવતા આ મામલે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે,રાફુદડ ગામના પાદરમાં આવેલ ગૌરીશંકર મહાદેવજીના મંદિરના પ્રાંગણમા આવેલ રાધાકૃષ્ણજીની મૂર્તિ ચોરી કરી લઇ જઈ અને અન્ય મૂર્તિને ખંડિત કરી ધાર્મિક લાગણી દુભાવવા અંગેની ફરિયાદ અજાણ્યા ઇસમો સામે દાખલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.