ગુજરાતમાં વધુ એક વખત દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ

પોરબંદર દરિયામાં એટીએસનું ઓપરેશન

ગુજરાતમાં વધુ એક વખત દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ

Mysamachar.in-પોરબંદર:

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો વિશાળ દરિયાઈ માર્ગ હંમેશાને માટે સોફ્ટ ટાર્ગેટ રહ્યા છે, તેના અનેક ઉદાહરણો પણ પોલીસ ચોપડે નોંધાયા છે, પછી તેમાં ગોસાબારા લેંડીંગ પ્રકરણ હોય કે પછી સલાયામાંથી હેરોઇનના જથ્થા ઝડપાવાની વાત હોય. એવામાં વધુ એક વખત ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો ઘૂસે તે પૂર્વે જ એટીએસ સહિતની ટીમોએ મેગા ઓપરેશન પાર પાડીને ૯ ડ્રગ્સ માફિયાઑને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

થોડા સમય પૂર્વેની જ વાત છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાંથી એટીએસએ ગુપ્ત રાહે કરોડોની કિંમતનું હેરોઇન ઝડપી પાડ્યું હતું ત્યાંજ વધુ એક વખત પોરબંદરના દરિયાઈ માર્ગેથી ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો ઘૂસે તે પૂર્વે તેનો પર્દાફાશ થયો છે,

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમ ને મળેલ બાતમીના આધારે પોરબંદરના દરિયામાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક બોટ મોટા પાયે ડ્રગ્સનો જથ્થો લઈને પોરબંદર તરફ આવી રહી હતી અને મધદરિયે આ બોટ દેખાતા ડ્રગ્સ માફિયા તત્વો ચોકી ગયા હતા અને એટીએસ તેમજ કોસ્ટગાર્ડની ટીમ  સાથે ભારે ઘર્ષણ થયું હતું અને અંદાજે 500 કરોડ ડ્રગ્સ ભરેલ બોટને ઉડાડી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જાનના જોખમે એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે 9 ડ્રગ્સ માફિયાઓને હાલ તો ઝડપી લીધા છે તેવા અહેવાલ સૂત્રોમાંથી મળી રહ્યા છે અને વધુ વિગતો એટીએસ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.