ડોક્ટરો માટે  લાયકાતવાળા સ્ટાફ અને ભાવપત્રક રાખવા કાયદા મુજબ ફરજીયાત

પાલન કોણ કરાવશે?

ડોક્ટરો માટે  લાયકાતવાળા સ્ટાફ અને ભાવપત્રક રાખવા કાયદા મુજબ ફરજીયાત
Symbolic Image

Mysamachar.in-જામનગર:

ડોક્ટરોએ લાયકાતવાળા જ સ્ટાફ રાખવા તેમજ  ભાવપત્રક લગાવવુ કાયદા મુજબ ફરજીયાત છે, ગ્રાહક સુરક્ષા કાયદા અને નિયમો મુજબ તેની અમલવારી ન થતી હોય તો ગ્રાહક સુરક્ષા કોર્ટ કે કચેરીમા ફરિયાદ કરી શકાય છે, માયસમાચારના વાંચકો માટે હાલના સમયની આવશ્યક બાબતો એકઠી કરવામા આવી છે, વ્યક્તિ જન્મધારણ કરે ત્યારથી જીવન દરમ્યાન ગમે ત્યારે ગમે તે સમયે અને ગમે તે સ્થળે વ્યક્તિને તબીબી સેવાની જરૂરીયાત ઉભી થઇ શકે છે. આ એક ક્ષેત્રમાં, વ્યક્તિ પોતાના આરોગ્ય સાથે સમાધાન સ્વીકારી શકતો નથી… અનેક પ્રકારના નવા રોગો, વિકસિત શસ્ત્ર ક્રિયા સાથે તબીબી વિજ્ઞાનનો વ્યાપ વ્યક્તિના આરોગ્ય બાબતે ખૂબ જ વિસ્તરેલ છે. વ્યક્તિને ગ્રાહક તરીકે સામાન્ય તીબીબી સેવા, વિશેષજ્ઞ, શારીરિક પરિક્ષણ માટેની પ્રયોગશાળા અને અનેકવિધ શસ્રક્રિયા લેવાની જરૂરિયાત રહે છે.

તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિ સંસ્થા - ચિકિત્સાલયની સેવા કેવા પ્રકારની હોવી જોઇએ તે અંગેના નિયમો -માર્ગદર્શિકા નક્કી કરવામાં આવેલ છે. પરંતુ સંકલિત વ્યક્તિ સંસ્થા ચિકિત્સાલય દ્વારા નિયમો માર્ગદશિંકાનું પાલન કરવામાં આવે છે કે કેમ? ચિકિત્સકો દ્વારા આપનાર સેવા તેમજ શસ્રક્રિયા બાબતે ગ્રાહકૈ કઇ કઇ બાબતોની જાણકારી મેળવવી અને સંસ્થાની સેવાની ઉણપો કયાં સંભવી શકે તે અંગેની વિસ્તૃત જાણકારી “તબીબી બેદરકારી અને ગ્રાહક સુરક્ષા" નામની સરકારે પ્રસિદ્ધ કરેલી નાની પુસ્તિકામાં વિગતો પણ આપવામાં આવેલ છે જે માટે તોલમાપ અને ગ્રાહક સુરક્ષા ઓફીસ સેવાસદન ૪ અથવા બેડેશ્ર્વર આવેલી કચેરીનો સંપર્ક કરી શકાય છે,

-ડોક્ટરોની ખામી અંગેની બાબતો ઉજાગર કરતા મુદા
કાયદા મુજબ અપાયેલી સારવારમાં દેખીતી ખામી હોય તો ડોક્ટર જવાબદાર ઠરે છે, તબીબી સેવાઓમાં ખામીમા તંદુરસ્તીને હાનિ પહોંચાડે તેવી એલર્જીટેસ્ટ તેમજ યોગ્ય તપાસ વિના દર્દીને ઈ'જેકશન આપવું, બેદરકારીથી ઈન્જેકશન આપવાને કારણે દર્દીના શરીરનો કોઈ ભાગ કે અંગ ખોટું પડી જાય કે કપાવવુ પડે, જે અંગને ઑપરેશનની જરૂર હોય તેના કરતાં બીજાં અંગ ૫૨ ઓપરેશન કરવામાં આવે. દા.ત. ડાબી આંખમાં ખામી હોય તેના બદલે જમણી આંખમાં ઓપરેશન કરવું, શિરાને બદલે ધોરી નસમાં ઈન્જેકશન  આપવાથી કોઈ અંગમાં વિકૃતિ આવવી, ઓપરૅશન દરમિયાન દર્દીના ઑપરૅશનના સાધનો કે બીનજરૂરી બીજી બહારની વસ્તુ રહી જવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે,

તેમજ ઓપરેશન રૂમમાં ડૉક્ટર ઓપરેશન શરૂ કરે તે પહેલાં દર્દીના બ્લડ-ગ્રૂપને મળતું આવતું બ્લડગ્રુપ નથી તેવી જાણ હોવા છતાં તે ગ્રુપનું લોહી રાખવામાં ન આવ્યુ  હોય તો તે સેવાની ખામી ગણાય છે, તેવી જ રીતે ટાંકા તોડવાના બહાને લેખિત સંમતિ વિના બીજુ ઓપરેશન કરવામાં આવે તો તે સેવાની ખામી ગણાય કારણ કે અગાઉના ઓપરેશન દરમિયાન થયેલ બેદરકારીને કારણે બીજીવાર ઓપરેશન કરવું પડવું ઉપરાંત ડોકટરની ભૂલને કારણે દર્દીને કાયમી ખોટ રહી જવી.

ગર્ભાશયમાં જોડિંયાં બાળકને પંપ્રખવામાં સોનોગ્રાફ્રીનો અહેવાલ ખોટો ઠરે તો તે ખામી ગણાય, કારણ કે દર્દી વધારે સંભાળ રાખતું અટકે છે, ઘણી વખતચીપીંયા દ્વારા ઉતાવળે કરાવેલ પ્રસુતિ રકતસ્ત્રાવમાં પરિણમે છે અને વિપુલ પ્રમાણમાં વહી જતું લોહી બંધ કરવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો તે સેવાની ખામી ગણાય દબાણપૂવર્ક ચીપીંયા દ્વારા કરાયેલી પ્રસુતિના પરીણામે બાળકના કોઈ ભાગમાં લકવો થવો, રોગીષ્ટ લોહી આપવાથી દર્દી હિંપેટિસસીના હુમલાનો ભોગ બને તેવી જ રીતેફાર્મસીમાંથી ભળતી દવાઓ પૂરી પાડી હોય તો તે ફાર્મસી માટે સેવાની ખામી બને છે.

ઉપરાંત હાલના સમયમા જે ખાસ તકેદારીની બાબત ટ્રીટમેન્ટમા જરૂરી છે તેમા બ્લડ સ્યુગરના પ્રમાણની ખાતરી કર્યા વગર, દર્દીને ઊંચુ બ્લડ સ્યુગર હોય ત્યારે નસની અંદર ટીપેટીપે ગ્લુકોઝ આપવામાં આવે તો તે કોર્ટમાં ફરિયાદ કરી શકાય તેવી બેદરકારી બને છે...અને જરૂર ન હોવા છતાં ક્લોરો ક્વિનની  ગોળી આપવાથી દર્દી ઢળી પડે તો તે ડોક્ટરની સેવાની ખામી ગણાય,દવાનું પ્રમાણ જાળવ્યા વગર ડોઝ આપવાથી થતી તકલીફ સેવાની ખામી ગણાય  આવી તો અનેક બેદરકારીની બાબતો છે જે અંગે ગ્રાહક કોર્ટ માં ફરિયાદ કરી શકાય...