મિલકતવેરાના તફાવતની રકમના બીલ જ નથી બન્યા.?

જામ્યુકોની કરોડરજ્જુ સમાન વિભાગની ઘોરબેદરકારીની ટીકા કરતુ ઓડીટ

મિલકતવેરાના તફાવતની રકમના બીલ જ નથી બન્યા.?

Mysamachar.in-જામનગર:

દર વર્ષે રૂપિયા 300 કરોડ જેટલી આવકનો મુખ્ય આધાર ગણાય તેવા મિલકતવેરા વિભાગ દ્વારા ઘોર બેદરકારી રખાતી હોવાથી ઓડીટ વિભાગે ટીકા કરી છે.આ વિભાગની અનેક અનિયમીતતાઓ વચ્ચે તફાવતની રકમના બીલ જ બનતા નથી તેવા ઓડીટ પેરા નીકળ્યો છે,જો કે તેની કોઇ પુર્તતાની પણ દરકાર કરવામાં આવી નથી,સામાન્ય રીતે દર વર્ષે અઢી હજાર જેટલી મિલકતો નોંધાવીને કે નોંધાયા વગર રીનોવેશન અને અપગ્રેડેશન થતા હોય છે, જેમાં આસામીઓ મિલકતનો ભાગ વધારતા જતા હોય છે, ઉપરાંત મિલકત ટ્રાન્સફર થાય તે વખતે પણ સુધારા વધારા થતી હોય છે, તેમજ જ્યારે નવી મિલકત  કોઇ ખરીદાય-વેચાય ત્યારે પણ તેમાં સુધારા વધારા થતા હોય છે,આ ઉપરાંત વિકાસ પરવાનગી લેવાયા બાદ જ્યારે ખાસ કરીને કોમર્શીયલ કે ઇન્ડસ્ટ્રીયલ મિલકતનો વપરાશ થાય ત્યારે તેમાં પણ વધારો થતો જ રહેતો હોય છે.

ત્યારે ૧.૨૦ વધુ નોંધાયેલી મીલકતમાં એક તરફ જે વધારો નોંધાયેલો કે વણ નોંધાયેલો થાય છે અને એક મિલકત રેકર્ડ ઉપર ચઢતી નથી તે અંગે સનસનીખેજ વિગતો જેમ ઓડીટમાં બહાર આવી અને અનેક વિભાગો તે સુપેરે જાણે છે,તેમ આવા મિલકતના વધારા વેરાની આકારણીમાં ચઢતા નથી તેવા અનેક કિસ્સાઓ રેકર્ડ ઉપર છે...અથવા તો રેકર્ડ ઉપર અનેક કારણોસર લેવાયા નથી માટે મિલકત વેરાના તફાવતની રકમની ઇન્વોઇસ બનતા નથી વર્ષે અઢી હજારથી વધુ આવા ફેરફારવાળી મિલકત ગણાય તો પણ છેલ્લા એક દાયકામાં 25 હજાર મિલકત થઇ જાય અને માત્ર વાર્ષિક માત્ર રૂપિયા 1000નો તફાવત ગણવામાં આવે તો તમામ મળીને એક પ્રાથમિક અંદાજ મુજબ અઢી કરોડની રકમની વાર્ષિક ખોટ ચોખ્ખી ગણી શકાય.

ડીફરન્સની એમાઉન્ટ અંગે મિલકતવેરા વિભાગની જરા પણ દરકાર ન હોવા અંગે દરેક ઓડીટ રીપોર્ટમાં નોંધ છે, જેના ઓડીટ રીપોર્ટમાં પેરા નોંધાય છે અને એ તમામ ઓડીટ પેરાની પુર્તતા કરાઇ નથી તેની પણ નોંધ કરવામાં આવી છે.તેમ છતાં આ બાબતે ગંભીરતા લેવાઇ નથી.ખાસ કરીને રિનોવેશન પરવાનગી આપ્યા બાદ તે અંગેનું પુરતુ રેકર્ડ ટેકસ શાખામાં મોકલાતુ પણ નથી અને જે મોકલાય છે કે ઉપલબ્ધ છે તેના ઉપર નિયમીત કાર્યવાહી થતી નથી.

-અધુરા સરનામા,બીલ પરત આવે,અમુક તો ચોપડે જ નથી...‘કોમર્શીયલ’માં વધુ ‘ખેલ’

મીલકત વેરાની સંખ્યાબંધ નોટીસો અધુરા સરનામાને કારણે પરત આવે છે,વર્ષોથી વિભાગ કામ કરતુ હોય છતાં આવુ અવિરત બને છે, અમુક મીલકત તો ચોપડે પણ ચઢતી નથી ખાસ કરીને કોમર્શીયલમાં આવુ વધુ થાય છે. રહેણાંકમાં સંખ્યાબંધ કોમર્શીયલ મીલકત ઉભી થઇ હોય તેના તફાવતની ટેકસની રકમના બદલે રહેણાકના જ બીલ કન્ટીન્યુ રાખી જામ્યુકોની તિજોરીને જંગી ગાબડા પાડવાનું સુયોજીત કારસ્તાન નવી બાબત નથી.