પ્રોફેસર બન્યા છેતરપીંડી નો ભોગ..ખાતામાં થી આ રીતે ઉપડી ગઈ લાખોની રકમ...

ચેતવા જેવો છે કિસ્સો..

પ્રોફેસર બન્યા છેતરપીંડી નો ભોગ..ખાતામાં થી આ રીતે ઉપડી ગઈ લાખોની રકમ...
પ્રતિકાત્મક તસ્વીર

mysamachar.in-જામનગર

જેમ જેમ દેશમા ટેકનોલોજી નો વ્યાપ વધતો જાય છે તેમ તેમ તેની સાથે છેતરપીંડી કરનારાઓ પણ યુક્તિ પ્રયુક્તિ અજમાવી ને ટેકનોલોજી નો લાભ લઈને છેતરપીંડી ના કીમિયાઓ મા સફળ થઇ રહ્યા છે,ત્યારે મૂળ જામનગરના રહીશ અને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટીના પ્રોફેસર પણ બેન્કના નામે છેતરપીંડી નો ભોગ બન્યાનો કિસ્સો સામે આવ્યો છે,

વાત જાણે એવી છે કે થોડા દિવસો પૂર્વે જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં વસવાટ કરતાં અને જુનાગઢની એગ્રીકલ્ચર યુનિવર્સીટીના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા જયસુખભાઈ નારીયા ગોવા ફરવા માટે ગયા હતા,તે દરમિયાન તેવોને મોબાઈલ પર ફોન કરી પોતે બેંક કર્મચારી હોવાનું જણાવી મોબાઈલ નંબર ૬૨૯૧૩૯૮૬૬૫ નંબરવાળા અજાણ્યા વ્યક્તિએ મોબાઈલમાં આવેલ મેસેજ ફોરવર્ડ કરી અને જયસુખભાઈના ડેબિટકાર્ડ ના ઓટીપી નંબર વિશ્વાસઘાત કરીને મેળવી લીધા હતા,

જેવા જયસુખભાઈ એ પોતાના નંબર આપ્યા કે તુરંત જ આ મોબાઈલ નંબર ધરાવતા ગઠીયાએ જયસુખભાઈ ના ખાતામાંથી ઓનલાઈન ૪.૧૬.૮૮૫ લાખ ઉપાડી લીધાનું તેવોને માલુમ પડતા તેમણે આ મતલબની ફરિયાદ સીટી બી ડીવીઝનમાં નોંધાવતા પોલીસે આઈટી એકટ,અને વિશ્વાસઘાત છેતરપિંડીની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,

મળતી વિગતો પ્રમાણે નાણા ઉપાડી છેતરપીંડી કરનાર શખ્સ પશ્ચિમ બંગાળ નો હોવાનું પણ પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવી ચૂક્યું છે.