Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાજેલમાં જેલસિપાહી તરીકે ફરજ બજાવતા હરીશ ચાસિયા પોતાની ફરજ પર હતા,ત્યારે જેલમાં રહેલ કાચા કામના કેદી સુનીલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ ને બેરેકમાં નિયમમુજબ બંધ થવાનું કહેતા સુનીલ ઉશ્કેરાઈ ગયો હતો, અને જેલ સિપાહી સાથે ગાળાગાળી ઝપાઝપી કરવા લાગ્યો હતો, ત્યારે જેલસિપાહીની ફરજમાં રુકાવટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.