જામનગર જિલ્લા જેલના કમ્પાઉન્ડમાંથી પાકા કામનો કેદી ફરાર..

આ ગુન્હામાં ભોગવતો હતો સજા

જામનગર જિલ્લા જેલના કમ્પાઉન્ડમાંથી પાકા કામનો કેદી ફરાર..

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લા જેલમાંથી અનેક વખત મોબાઇલ મળી આવવાના મામલે વિવાદમાં રહી છે. તેવામાં એક પાકા કામના કેદી જેલના કમ્પાઉન્ડમાંથી છૂમંતર થઈ જતા જેલ સત્તાધીશો માં ભાગદોડ મચી ગઇ છે અને આ અંગે પોલીસ ફરિયાદ કરીને આ કેદી ને શોધવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે,

આ બનાવની મળતી વિગત પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડીના વતની ભરત રાણાભાઇ કેર સામે તેમની પત્નીએ ભરણપોષણનો કેસ કર્યો હતો. પરંતુ ભરણપોષણ ન ચુકવતા ૨૦૦ દિવસની જેલની સજા પડી હતી અને જામનગર જિલ્લા જેલમાં ગત ફેબ્રુઆરીથી સજા ભોગવી રહ્યો હતો.

તેવામાં ગઈકાલે જેલના સત્તાધીશો દ્વારા આવા કેસના કેદીઓને જેલના કમ્પાઉન્ડમાં સફાઈ માટે બહાર લઈ આવતા હોય છે.ત્યારે પાકા કામના કેદી ભરત કેર જેલ સહાયક અશ્વિનભાઈ જાનીની નજર ચૂકવીને નાસી જતા આ કેદીની શોધખોળ કર્યા બાદ મળી ન આવતા અંતે સીટી-એ પોલીસ મથકે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને આ કેદીને ઝડપી લેવા માટે હાલ તો પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.