સામાન્ય પ્રિન્ટરમા છાપી નાખી અડધા કરોડ ઉપરની નકલી નોટો...

એક મહિલા સહીત બે ઝડપાયા,એક ફરાર

સામાન્ય પ્રિન્ટરમા છાપી નાખી અડધા કરોડ ઉપરની નકલી નોટો...

Mysamachar.in-સુરત:

કહેવાય છે ને પોલીસના હાથે થી કોઈ ગુન્હેગાર ગમે તેટલો શાતિર કેમ હોય તે બચી શકતો નથી,આવું જ સુરતમાં સામે આવ્યું છે,કેટલાય સમય સુધી સામાન્ય પ્રિન્ટર સહિતની મશીનરી ની મદદથી નકલી નોટો છાપવાના કારનામાંનો અંતે પર્દાફાશ થઇ જવા પામ્યો છે,નવી ચલણી નોટો વપરાશમાં આવ્યા બાદ તેનું પણ ડુપ્લીકેશન મોટાપાયે થઇ રહ્યાનું વધુ એક વખત સામે આવ્યું છે,

સુરતમાં નકલી નોટો છાપવાના રેકેટનો સુરત પોલીસને પર્દાફાશ કરવામાં સફળતા મળી છે,સુરત પોલીસે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા ૧૦૦,૫૦૦ અને૨૦૦૦ ના દરની ૮૦ લાખ જેટલી નકલી નોટો સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે,સચિન વિસ્તારના શિવરંજની એપાર્ટમેન્ટ પર પોલીસે ચોક્કસ બાતમીને આધારે ત્રણમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં છે. જેમાં એક આરોપી ફરાર જવામાં સફળ રહ્યો છે, પોલીસે ૮૫લાખ ૨૨ હજારની નકલી નોટો સહિત ૯૦  લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તપાસ કરતા પ્રિન્ટર મશીનમાં આરોપીઓ  ડુપ્લીકેટ નોટો છાપતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ એક પ્રિન્ટર મશીન પણ કબજે કર્યું છે. અને કાનજી રણછોડ ભરવાડ અને સુનિતા લક્ષ્મણ ભાઉની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે એક મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.