વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ૨ દિવસના ગુજરાત પ્રવાસે, શું છે કાર્યક્રમો જાણો

સ્ટેચ્યું ઓફ યુનિટીનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ૨ દિવસના ગુજરાત પ્રવાસે, શું છે કાર્યક્રમો જાણો

mysamachar.in-ગાંધીનગર:

ગુજરાતમાં નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટીના લોકાર્પણને લઈને છેલ્લા કેટલા સમયથી રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સ્ટેચ્યું ઓફ યુનિટીના લોકાર્પણના કાર્યક્રમને આખરી ઓપ અપાઈ ચૂક્યો હોય આજથી બે દિવસના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચશે અને ગાંધીનગર ખાતે રવાના થશે,જ્યાં સ્ટેચ્યું ઓફ યુનિટીના નિર્માણમાં સિંહફાળો આપનાર અધિકારી વગેરે સાથે નરેન્દ્ર મોદી ચર્ચા-વિચારણા કરીને રાત્રી ભોજન લેશે, ત્યારબાદ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ દરમ્યાન ભાજપના આગેવાનો,અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠકનું આયોજન કરાયું છે, 

તા.31ના સવારે 9 કલાકે ગાંધીનગરથી નરેન્દ્ર મોદી કેવડીયા કોલોની જવા રવાના થશે જ્યાં ફ્લાવર ઓફ વેલીટેન્ટ સિટીની મુલાકાત, સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અને સવારે 11.30 આસપાસ સ્ટેચ્યું ઓફ યુનિટીના લોકાર્પણ બાદ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ઝરમર પર બનેલા મ્યુઝિયમની મુલાકાત લેશે,

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ કાર્યક્રમને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે,જે અન્વયે કેવડિયાથી ડુંગરાળ વિસ્તારમાં 400 ઘોડેશ્વાર પોલીસને તૈનાત કરવામાં આવી છે,એક એડિશનલ ડીજીપીના સુપરવિઝન હેઠળ 2 આઇજીપી સહી 7 હજાર પોલીસ ખડેપગે તૈનાત કરવામાં આવ્યા છે,

વધુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમને લઈને રાજ્યના પોલીસ વડાએ સ્ટેટ અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓને સતર્ક કરી છે,આ વખતે ખાસ ડ્રોન બટનના ઉપયોગથી સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. 
 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.