જામનગરમા પ્રાથમિક શિક્ષકોના ધરણા,જાણો શું છે માંગણી

તા.૧૫/૧૬ના રાજ્યકક્ષાએ ધરણા

જામનગરમા પ્રાથમિક શિક્ષકોના ધરણા,જાણો શું છે માંગણી

Mysamachar.in-જામનગર:

છેલ્લા કેટલાક સમયથી જામનગર સહીત રાજ્યભરના જીલ્લાપંચાયતના આરોગ્ય કર્મચારીઓ વિવિધ પડતર મુદાઓને લઈને સરકાર સામે પોતાનો વિરોધ દર્શાવતા રહ્યા છે,એવામાં ચુંટણી નજીક છે ત્યાં જ રાજ્યના પ્રાથમિક શિક્ષકો એ પણ પોતાની પડતર માંગણીઓને લઈને અવાજ બુલંદ કરવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે,આજે રાજ્યવ્યાપી શિક્ષકોના ધરણા યોજાઈ રહ્યા છે,તેમાં જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના નેજા હેઠળ જામનગર જીલ્લા પંચાયત ચોક ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા,

આજે યોજાઈ રહેલા ધરણામા શિક્ષકસંઘની માંગ છે કે ૧૯૯૭ થી આજદિન સુધી ભરતી થયેલ તમામ બાળગુરુ,વિદ્યાસહાયકો ની ફિક્સ પગારી નોકરી સળંગ ગણવાના મુખ્યમુદાઓ ઉપરાંત અન્ય સાત મુદ્દાઓને લઈને આજે જામનગર સહીત રાજ્યભરમાં શિક્ષકોનો ધરણા કાર્યક્રમ જીલ્લાકક્ષાએ યોજાશે,અને છતાં પણ આવનાર દિવસોમાં જો સરકાર આ બાબતને લઈને યોગ્ય પ્રતિસાદ નહિ આપે તો આગામી ૧૬ અને ૧૭ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના ધરણા યોજાશે જેમાં રાજ્યના જીલ્લાઓમા થી જીલ્લા દીઠ ૨૫૦ શિક્ષકો જોડાઈ અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી અને સરકાર માંગ સ્વીકારે તેવી રજૂઆત કરશે તેમ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા એ જણાવ્યું હતું.

આજે જામનગર ખાતે યોજાયેલ આ ધરણામા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા,જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા,ગુજરાત મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા પણ આજના ધરણામા જોડાયા હતા.

આ મુદ્દાઓ નો પણ થાય છે સમાવેશ..

૧. એચ.ટાટ (મુખ્ય શિક્ષક)ના આર.આર.(R.R.) નક્કી કરો.

૨. તા.૦૧/૦૪/૨૦૦૫થી બંધ થયેલ જૂની પેન્શન યોજના લાગુ કરો.

3. ધોરણ ૬ થી ૮ ના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને અલગથી રૂ.૪૨૦૦/- ગ્રેડ પે આપો.

૪. શિક્ષકોને આપવામાં આવતી બિનશૈક્ષણિક કામગીરી બંધ કરો.

૫. CCC પરિક્ષાની મુક્તિ મુદ્દતમાં વધારો કરો.

૬. તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી બંધ કરો.

૭. સાતમા પગારપંચના બાકી તમામ લાભો આપો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.