“કેળવણીની કેડી” માં સમય વધારાને લઈને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત

અગાઉ રાજ્ય શિક્ષક સંઘે કરી હતી રજૂઆત

“કેળવણીની કેડી” માં સમય વધારાને લઈને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત

my samachar.in-જામનગર:

જામનગર જીલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ માટે તા ૧/૯/૨૦૧૮ થી ‘કેળવણીની કેડી’પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવેલ છે,આ પ્રોજેકટ ના સંદર્ભે જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાનો સમય ૯.૪૫ થી ૫.૦૦ સુધીનો રાખવાની સૂચના થયેલ છે,જેની સમીક્ષા કરી અને આ જ પ્રોજેક્ટ ની બાબતોનો શાળા સમય દરમ્યાન જ એટ્લે કે ૧૧ થી ૫ દરમ્યાન જ અસરકારક અમલ થાય તે માટે પુનઃવિચારણા કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત કરાઇ છે,

આ પ્રોજેકટ નો મુખ્ય હેતુ વિદ્યાર્થીને વાંચન,લેખન,ગણનમાં નિપુણ બનાવાનો છે જે સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા જુલાઇ-ઓગસ્ટ મહિના દરમ્યાન ‘મિશન વિદ્યા’ની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી માર્ગદર્શક બાબતો મુજબ અમલમાં મૂકવામાં આવી હતી,જે સંદર્ભમાં પ્રાથમિક શિક્ષકોએ ઉત્સાહ પૂર્વક આ કામગીરી સફળ બનાવેલ છે,આ હેતુ સિદ્ધ કરવા શાળા સમય વધારવાનો હાલના તબક્કે યોગ્ય નથી,

આ પ્રોજેકટ નો હેતુ વિદ્યાર્થીઓમાં સહ-શૈક્ષણિક પ્રવૃતિ  મારફત સર્વાંગી વિકાસ સાધવાનો છે,સરકાર દ્વારા ખેલ-મહાકુંભ,શાળાકીય રમતોત્સવ તથા ક્રમશઃ રાજ્યકક્ષા સુધીના રમતોત્સવ ચાલુ માસ દરમ્યાન જ થનાર છે,

વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક અભિગમ કેળવે તે માટે સી.આર.સી.કક્ષા,બી,આર,સી,કક્ષા તથા જીલ્લા અને રાજયકક્ષાએ ગણિત-વિજ્ઞાન પ્રદશન જી.સી.ઇ.આર.ટી.મારફત યોજાય છે જે ચાલુ માસથી જ શરૂ થનાર છે,    

રાજ્યની તમામ પ્રાથમિક શાળાનો અભ્યાસક્રમ જી.સી.ઇ.આઈ.આર.ટી.દ્વારા તૈયાર થાય છે અને રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં સમયસર આયોજન મુજબ આ અભ્યાસક્રમ ચાલે છે તે માટે રાજ્યના કોઈપણ જીલ્લામાં શાળાઓનો સમય વધારેલ નથી,

ત્યારે આ નવા પ્રોજેકટ માટે શાળાનો સમય એક થી બે કલાક સુધી વધારાના નિર્ણયથી શિક્ષકો તેમજ બાળકોની કાર્યક્ષમતા પર માનસિક વીપરીત અસર કરે તેવુ માનવું છે  કેમ કે પ્રાથમિક શાળાના બાળકોને ૪.૩૦ થી ૫.૩૦ કલાક સુધીજ શિક્ષણ કાર્ય આપી શકાય તેવો મત મનોવૈજ્ઞાનિકો અને કેળવણીકારોએ સંશોધન મારફત વ્યક્ત કરેલ છે,

આમ ઉપરોક્ત પ્રોજેકટ માટે શાળાસમય વધારવાથી શિક્ષકોની દૈનિક જીવન પદ્ધતિ પર પારિવારિક વ્યસ્થાઓ પર નકારાત્મક અસરો પડી શકે તેમ છે,વિશેષમાં વધુ સમય આપવાથી જ અસરકારક શિક્ષણ આપી શકાય તે બાબતો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સુસંગત નથી,આ પ્રોજેકટ થી શિક્ષકોના મનોવલણ પર નકારાત્મક અસરો પડી શકે છે,ત્યારે આ તમામ મુદ્દાઓને લક્ષ્યમાં લઈને પુનઃવિચારણા કરવા રજૂઆતના અંતે જણાવાયું છે.