“પૂનમબેન માડમમાં સારી નેતાગીરીના ગુણો છે”:કેન્દ્રીયમંત્રી સુષ્મા સ્વરાજ

જાણો બીજું શું કહ્યું સુષ્મા સ્વરાજે..?

“પૂનમબેન માડમમાં સારી નેતાગીરીના ગુણો છે”:કેન્દ્રીયમંત્રી સુષ્મા સ્વરાજ

Mysamachar.in-જામનગર:

જામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પુનમબેન માડમના સમર્થનમા શહેરના ટાઉનહોલ ખાતે ગઈકાલે પ્રબુદ્ધ નાગરિક મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં દેશના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા,અને તેવો એ ભાજપ ને મત શા માટે તેની ના માત્ર વાતો પણ નક્કર ચર્ચાઓ પ્રબુદ્ધ નાગરિકો સાથે કરી અને પુનમબેન માડમ ની પણ ભારોભાર પ્રશંશા કરી હતી,

ભાજપના ઉમેદવાર પુનમબેન માડમના સમર્થનમા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ટાઉનહોલ ભરચક્ક થઇ જવા પામ્યો હતો,પ્રબુદ્ધ નાગરિક મિલનમાં સંબોધનની શરૂઆતમા જ સુષ્મા સ્વરાજે પુનમ માડમની પ્રશંશા કરતાં કહ્યું કે જામનગર લોકસભા ના પ્રશ્નો માટે સતત ચિંતિત અને સક્રિય પુનમબેન રહ્યા છે,અને આ વખતે મોકો ચુક્યા વિના પુનમબેન માટે કમળના નિશાન પર બટન દબાવી વડાપ્રધાન નરેન્દ્રમોદી ના હાથ મજબુત કરવા પણ તેમણે જણાવ્યું..

સુષ્મા સ્વરાજે અનેક તર્ક અને આંકડાકીય માહિતીઓ સાથે પાંચ વર્ષમાં કેન્દ્રની મોદી સરકારે કરેલી મહત્વની કામગીરીઓની મુદ્દાસર ઝલક પ્રબુદ્ધ નાગરિકો સમક્ષ મૂકી હતી,વધુમાં તેવો એ કહ્યું કે ૨૦૧૪ સુધી નરેન્દ્ર મોદી ગુજરાતનું ગૌરવ હતા પણ હવે તે દેશનું ગૌરવ બની ચુક્યા છે અને દુનિયાના પ્રથમ હરોળના નેતાઓમાં મોદીની ગણના થાય છે.

તો જેના માટે સુષ્મા સ્વરાજ જામનગર આવ્યા હતા તે પુનમબેન માડમ માટે કહ્યું કે એક સારા નેતામાં હોવા જોઈતા તમામ ગુણો પુનમબેન પાસે હોવા સાથે પૂનમબેનની સક્રિયતા ના પણ તેવો વખાણ કરતાં કહ્યું પાછલા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં થયેલ કામોના આપ સૌ સાક્ષી છો,વધુમા કેન્દ્રની સિદ્ધિઓ પ્રબુદ્ધ નાગરિકો સમક્ષ મુકીને ભાજપ માત્ર મત લેવા જ નહિ પણ પાંચ વર્ષે ફરી ચુંટણી આવે ત્યારે હિસાબ પણ આપે છે,કેન્દ્ર સરકારની કસોટી મુખ્યત્વે ત્રણ મુદ્દે કરી શકાય. આ ત્રણ ક્ષેત્રે કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં શું કામ કર્યું તે જાહેર કરવું જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા, દેશનો વિકાસ અને લોક કલ્યાણ માટે સરકારનું મૂલ્યાંકન થાય છે. આ ત્રણેય મુદ્દે મોદી સરકાર સફળ રહી છે,

રાષ્ટ્રીય સુરક્ષા બાબતે બોલતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે,૨૦૦૮માં મુંબઈમાં આતંકી હુમલો થયો તેમાં ૧૬૬ લોકોના મૃત્યુ થયા હતા,જેમાં ૪૦ વિદેશી નાગરિકો હતા, જુદા-જુદા ૧૪ દેશોમાંથી મુંબઈ આવ્યા હતા.આ સ્થળ એટલે પસંદ કરાયું કે ભારતીયોની સાથે વિદેશી નાગરિકો આસાનીથી ટાર્ગેટ થાય અને તેમ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ચર્ચા થાય. તે વખતની સરકારે ૧૪ દેશોનો સાથ મેળવી પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લુ પાડી એકલું પાડી દેવાની તક ગુમાવી દીધી હતી,

જ્યારે આ સરકારે માત્ર ૧૨ દિવસમાં જ પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો સૈન્ય મારફત લીધો. મોદીએ ત્યારે સેનાને કહ્યું હતું કે હુમલો કરનાર જૈશ-એ-મહંમદ આતંકી સંગઠનના કેમ્પ ઉપર હુમલો કરજો, નહીં કે પાકિસ્તાનના નાગરિકો કે જવાનો ઉપર, આપણી લડાઈ આતંકવાદ સામે છે. પછી ૫૭ ઈસ્લામી દેશોના સંગઠનમાં પણ પાકિસ્તાનને એકલું પાડી દીધું તે મોદીની રાજનૈતિક કૂટનીતિ હતી,મુસ્લિમ દેશોએ પણ ત્રણ વખત વડાપ્રધાન મોદીનું સન્માન કર્યું છે.જે વાત જગજાહેર છે.

યુદ્ધના ભયથી પાકિસ્તાને ૧૭ દેશોના વિદેશમંત્રીઓ પાસે મદદની ભીખ માંગી અને મારા ઉપર ફોન કરાવ્યા ત્યારે મે સ્પષ્ટ કહેલું કે, ભારત શાંતિપ્રિય,જવાબદાર અને પરિપક્વ દેશ છે.જો પાકિસ્તાન બીજી વખત આવું કરશે તો અમે ચૂપ નહીં બેસીએ. તમામ રાજદૂતોએ કહેલું કે આતંકવાદ મુદ્દે તેમનો દેશ ભારતની સાથે છે,

સુષ્મા સ્વરાજે વિરોધીઓ પર વાર કરતા કહ્યું કે વિરોધીઓ બોલે છે ઓસામાજી, હાફીઝસાહેબ, બોલનારા મતના અધિકારી છે કે આતંકવાદ સામે ઝઝુમનારા મોદી? અફઝલ સાથે ઉભેલા મતના અધિકારી છે કે મોદી? આજે સક્ષમ નેતૃત્વ માટે નજર માંડીએ તો એક જ ચહેરો સામે આવે છે અને તે છે મોદી,મોદીના નેતૃત્વમાં દેશમાં ભરપૂર વિકાસ થયો છે, ઘરેલું શૌચાલયની ટકાવારી ૨૦૧૪ પહેલા ૧૪ ટકા હતી જે વધીને ૯૮ ટકા પહોંચી છે,૨૦૧૪ સુધી દેશમાં માત્ર ૧૨ કરોડ ગેસકનેક્શન હતા જે પાંચ વર્ષમાં વધીને ૨૫ કરોડ થયા છે અને તેમાં પણ ૬ કરોડ ગરીબોને મફત આપ્યા. પાંચ વર્ષમાં ૩૪ કરોડ નવા બેંક ખાતા ખુલ્યા. રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકે કબૂલ્યું હતું કે ૧ કરોડ રૂપિયો મોકલીએતો ૧ પૈસા એક લોકોને મળે છે. તેઓ ઉકેલ ન લાવી શકયા. મોદીએ બેન્ક ખાતા ઝીરો બેલેન્સથી ખોલાવી ભ્રષ્ટાચાર,દલાલો દૂર કરી દીધા. દરેક સહાય સીધી લાભાર્થીના ખાતામાં જમા થાય છે,

નેશનલ હાઈવે દરરોજ ૧૨ કિલોમીટરની ગતિએ બનતા તેની ગતિ ૨૮ કિલોમીટરની થઈ છે. પૂનમબેન માડમને અભિનંદન કે તે ત્રણ નેશનલ હાઇવે જામનગર ક્ષેત્રના મંજૂર કરાવેલ છે.આ રીતે ગ્રામીણ સડક નિર્માણની ગતિ પણ ૫ વર્ષમાં ડબલ થઈ. મોબાઈલની કંપની માત્ર ૨ હતી જે ૧૨૭ થઈ ગઈ.૨૦૧૪માં માત્ર ૭૭ પાસપોર્ટ કેન્દ્ર હતા,જે આજે ૫૦૫ છે. તેમાં જામનગરની મંજૂરીનો હુકમ પૂનમબેને મારી પાસે બેસીને હાથોહાથ મેળવ્યો હતો. દેશનું અર્થતંત્ર મજબૂત બન્યું છે. પાંચ વર્ષમાં ૧૪ નવી એઇમ્સ,૧૧૮ મેડિકલ કોલેજ,દોઢ લાખ વેલનેસ સેન્ટરને મંજૂરી મળી છે, કેમ કે મોદી હૈ તો મુમકિન હૈ,તેમણે વડાપ્રધાન તરીકે ફરી નરેન્દ્ર મોદીને ચૂંટવા માટે પૂનમબેન માડમને જીતાડવા અપીલ કરી હતી,જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આદર્શ અને સક્ષમ મહિલા નેતા ગણાવ્યા હતા, પૂનમબેને કહ્યું હતું કે,સમગ્ર દેશમાં એક મજબૂત નિર્ણય તરફ મજબૂત ભારતના નિર્માણ માટે થનગને છે.મોદીના નેતૃત્વમાં બીજા તબક્કા માટે આગળ વધવા માંગે છે. આજે જામનગરના ઓપિનિયન મેકર્સ સમાન પ્રબુદ્ધ નાગરિકો પોતાનાથી ઉપર ઉઠીને બધાની ચિંતા કરે છે,તમારી સાથે ખુદ મોટો સમૂહ જોડાયેલ છે.દેશને કઈ દિશામાં લઈ જવો કોને નેતૃત્વ આપવું તે નક્કી તમારે કરવાનું છે. આ વર્ગની વચ્ચે જામનગરના પ્રથમ મહિલા સાંસદ તરીકે મને સેવા આપવાની તક આપી તેનું ગૌરવ છે.

પ્રગતિશીલ દેશોમાં ભારતને સૌથી વધુ શંકાની નજરથી જોવાતો હતો, તેને મોદી સરકારે ભૂતકાળ બનાવી દીધું છે. માત્ર એક ટ્વીટથી આપણા વિદેશમંત્રી પણ દુનિયાના કોઈ પણ દેશમાં ભારતીયોને મદદ પહોંચાડે છે.કોંગ્રેસમાં મહિલાઓને નેતૃત્વ માત્ર વારસાનું છે,જ્યારે ભાજપમાં સંઘર્ષ કરીને મળે છે,માત્ર વાતો કે પ્રશ્નોથી પરીવર્તન નથી આવતું પરંતુ સરકાર તમામ ક્ષેત્રે કાર્યશીલ હોય ત્યારે જ પરિણામ મળે છે, પૂનમબેન માડમે અપીલ કરતાં જણાવ્યુ હતું કે આપ સૌના આશીર્વાદથી ભાજપે મારી ફરી પસંદગી કરી છે,તેથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા ભાજપના નિશાન પર મત આપવા જણાવ્યુ હતું,

ગઇકાલે ટાઉનહૉલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ,રાજ્યમંત્રી હકૂભા જાડેજા,પૂર્વમંત્રી વસુબેન ત્રીવેદી,પરમાનંદ ખટ્ટર,પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી,શહેર ભાજપ પ્રમુખ હસમુખ હીંડોચા,જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ,મેયર હસમુખ જેઠવા,સ્ટે.ચેરમેન સુભાષ જોષી,શાસક જુથ નેતા દિવ્યેશ અકબરી,દંડક જડીબેન સરવૈયા,ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ જીતુ લાલ,રીવાબા જાડેજા સહિત પક્ષના આગેવાનો,કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં વેપાર-ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, વકીલો, ડોક્ટરો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.